Site icon News Continuous Bureau | Mumbai

લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….

 Lemon squeezes pocket as prices hit the roof

લીંબુએ દાંત કર્યા ખાટા, ઉનાળો શરૂ થતાં જ માંગ અને ભાવમાં થયો વધારો.. જાણો કેટલા વધ્યા..

News Continuous Bureau | Mumbai

નજર ઉતારવા કામ આવતા લીંબુ(Lemon)ને જ બરોબર ઉનાળા(Summer season)ની મોસમમાં નજર લાગી ગઈ છે. બજારમાં 200થી 300 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહીણીઓના રસોડામાંથી જ નહીં પણ હોટલમાંથી પણ લીંબુ ગાયબ થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

પહેલા બજારમાં 10 રૂપિયામાં 3-4 લીંબુ મળતા હતા, તે હવે 10ને 15 રૂપિયાનું એક લીંબુ થઈ ગયું છે. લીંબુનો કિલોનો ભાવ 200થી 300 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે લીંબુના ભાવ પણ હાલ સોશિયલ મીડિયા (social media) પર હોટ ટોપિક બની ગયો છે.

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના (alia bhatt) લગ્ન કરતા પણ વધુ હેશટેગ (Hashtags) લીંબુના નામે છે. જાતજાતના મેસેજ અને મીમ્સ(Memes) ફરી રહ્યા છે, જે હસાવી હસાવીને લોટ-પોટ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  ભાઈ લીંબુ અને લસણ સંભાળજો. આ જગ્યાએ ચોરો પૈસા નહીં પણ લીંબુ ચોરી ગયા.. જાણો વિગતે

“આટલા દિવસ સુધી આપણે લીંબુને નીચોવી રહ્યા હતા હવે લીંબુ આપણને નીચોવી રહ્યો છે. થોડા દિવસમાં જ ઝવેરીની દુકાનમાં લીંબુ વેચાતા મળશે. ગયા વર્ષે રેમડેસિવર ઉપલબ્ધ કરાવનારા હવે કોલ કરી રહ્યા છે કે લીંબુ જોઈએ તો કેજો. લીંબુ વેચનારી દુકાનની આજુબાજુ ઈન્કમટેક્સના ઓફિસર તહેનાત છે, અને ખરીદનારા પર નજર રાખી રહ્યા છે. હવે લીંબુ ખરીદવા માટે પેન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમટેક્સ રિટર્નની કોપી આવશ્યક છે. નીંબુ તો બસ ઝાંકી છે, અભી પ્યાઝ-ટમાટર બાકી હે. જિનકે ઘર મેં હો નીંબુ કે પેડ, ઉન્હે દી જા સકતી હૈ ઝેડ પ્લસ સુરક્ષા. લીંબુ વેચનારાઓ હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છાપો ના મારે તેનો ડર સતાવી રહ્યો છે. લીંબુ ખરીદનારાઓ હવે ઈન્કમટેક્સના રડાર પર આવી ગયા છે. પેટ્રોલ-ડીઝલ સે મહંગે હુએ નીંબુને કહા-અબ હમેં ચાહિયે ફુલ ઈજ્જત.”

Vadilal Family Dispute વાડીલાલ પરિવારમાં ફરી વિવાદ બ્રાન્ડના અધિકારો માટે મુંબઈ અને અમદાવાદ શાખા પહોંચી હાઈકોર્ટમાં
ESIC social security for gig workers ગિગ વર્કર્સ માટે સારા સમાચાર હવે ફૂડ ડિલિવરી પાર્ટનર્સ અને ડ્રાઇવરોને મળશે ESIC નો વીમા સુરક્ષા કવચ
FSSAI vs Misleading Food Claims ‘૧૦૦% નેચરલ’ કે ‘હેલ્ધી’ શબ્દો પાછળનું સત્ય શું? ગ્રાહકોને ગુમરાહ કરતી કંપનીઓ સામે સરકાર લાલઘૂમ
No Deal Without Tariff Advantage અમેરિકા સાથેના વેપાર કરાર માટે પીયૂષ ગોયલની સ્પષ્ટ શરત ‘ટેરિફ એડવાન્ટેજ’ વિના કોઈ સોદો નહીં
Exit mobile version