Site icon

કામની વાત- નવેમ્બર મહિનામાં કુલ 10 દિવસ રહેશે બેંક રહેશે બંધ- ધક્કો ખાતા પહેલા જોઈ લેજો આ લિસ્ટ 

Banks will be closed for 12 days in the month of June, know the holiday dates

2000ની નોટ બદલવા જતા જો જો બેંકનો ધક્કો ન પડે, જૂન મહિનામાં એક બે દિવસ નહીં પણ 12 દિવસ સુધી રહેશે બેંકો બંધ, જાણી લો લિસ્ટ..

News Continuous Bureau | Mumbai

વર્ષનો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર (October)મહિનો પૂરો થવામાં અને નવેમ્બર (November) મહિનાની શરૂઆત થવામાં માત્ર હવે ગણતરીના દિવસ જ બાકી છે. 

Join Our WhatsApp Community

મહત્વનું છે કે ઓક્ટોબર મહિનાના અંતિમ પખવાડિયામાં દશેરા(Dussehra) અને દિવાળી (Diwali) જેવા મોટા તહેવાર હતા. દિવાળી દરમિયાન ઘણા દિવસ વેપારી પ્રવૃત્તિઓ અને બેંક પણ બંધ રહી હતી. નવેમ્બરમાં લોકો પેન્ડિંગ કામ પતાવવાને પ્રાધાન્ય આપશે. બેંકો(Bank Holiday 2022) માં નવેમ્બરમાં મહિનામાં પણ લાંબી રજાઓ આવવાની છે. નવેમ્બર મહિનાના 30 દિવસમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે. બેંક સાથે જોડાયેલુ કોઈ કામ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો રજાઓની યાદી (Holiday List) જરુરથી તપાસી લો. જો કે, આ રજાઓ રાજ્ય અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો : T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઈ ગયુ મુશ્કેલીમાં- વર્લ્ડ કપમાંથી લગભગ બહાર- જાણો હવે સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચી શકે

નવેમ્બર મહિનામાં નીચે આપેલ યાદી મુજબ બેંકો બંધ રહેશે

1 નવેમ્બર, 2022 – કન્નડ રાજ્યોત્સવ/કૂટના અવસર પર બેંગલુરુ અને ઈમ્ફાલમાં બેંક બંધ રહેશે.

6 નવેમ્બર, 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. 

8 નવેમ્બર, 2022 – ગુરુ નાનક જયંતિ, કારતક પૂનમ, રાહલ પૂનમ, વાંગલા તહેવાર નિમિત્તે અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ ઉપરાંત દેશભરના અન્ય શહેરોની બેંકોમાં પણ રજા રહેશે. 

11 નવેમ્બર, 2022 – કનકદાસ જયંતિ, બાંગ્લા તહેવાર નિમિત્તે બેંગલુરુ અને શિલોંગમાં બેંકો બંધ રહેશે. 

12 નવેમ્બર, 2022 – મહિનાના બીજા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે. 

13 નવેમ્બર 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.

20 નવેમ્બર, 2022 -રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. 

23 નવેમ્બર, 2022 – સેંગ કુત્સનેમના કારણે શિલૉંગમાં બેંક બંધ રહેશે. 

26 નવેમ્બર, 2022 – મહિનાના ચોથા શનિવારે દેશભરની બેંકો બંધ રહેશે. 

27 નવેમ્બર, 2022 – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : કામનું / Amul કંપની આપી રહી છે બમ્પર કમાણીની તક, ફફ્ત આટલા કલાક કામ કરી દર મહિને મેળવી શકો છો સારો નફો

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version