News Continuous Bureau | Mumbai
‘આઝાદી કા અમૃત મહોત્સવ'ની(Azadi ka Amrit Mohotsav) ઉજવણીને ધ્યાનમાં રાખીને હીરા બજારના વેપારીઓ(Diamond Market Traders), દલાલભાઈઓના(brokers) સહકારથી મંગળવાર 26મી જુલાઈ 2022ના રોજ ભારત ડાયમંડ બુર્સ (BDB) માં “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું(Mega Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો.
26મી જુલાઈ એ કારગીલ(Kargil) વિજય દિવસની સાથે જ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી(Celeberation) એક સાથે ઉજવવા માટે, BDB દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું(Campaign) આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મળેલ માહીતી મુજબ લગભગ 750 યુનિટ બલ્ડ(unit Blood) જમા કરવાનો લક્ષ્યાંક હતો, તેની સામે 932 યુનિટ બ્લડ મેળવવામાં સફળતા મળી હતી.
ભારત ડાયમંડ બુર્સે(Bharat Diamond Burse) બ્લડ કેમ્પ(Blood Camp) માટે ચાર હોસ્પિટલ સાથે જોડાણ કર્યું હતું, જેમાં ત્રણ ખાનગી અને એક પાલિકા સંચાલિત હોસ્પટિલનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર
BDB કમિટીના સભ્યો, અનૂપ મહેતા, પ્રમુખ, મેહુલ શાહ – ઉપપ્રમુખ, કિરણ ગાંધી-સચિવ, પરેશ મહેતા, જે.ટી. સેક્રેટરી, મહેશ વાઘાણી, સુરેન્દ્રકુમાર – દસાણી, લલિત શેઠ અને જગદીશ સોમાણી વગેરે અગ્રણીઓના નેતા હેઠળ આ કેમ્પનું સરળતાથી આયોજન કરવામાં આવ્યું હતું.
મીડિયા હાઉસને . BDBના પદાધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 932 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે કોર્પોરેટ જગતમાં એક રેકોર્ડ છે, આ એક જ સ્થળે એક જ દિવસમાં સૌથી મોટી રક્તદાન ઝુંબેશ હતી.