News Continuous Bureau | Mumbai
જો તમે તમારો પોતાનો બિઝનેસ (Business) શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે કૃષિ ક્ષેત્રમાં (agricultural sector) તમારું નસીબ અજમાવી શકો છો. આ ક્ષેત્રમાં નફાકારક વ્યવસાયની (profitable business) ખાતરી આપવામાં આવે છે. હા.. આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જે તમે સરકારી મદદથી શરૂ કરી શકો છો અને દર મહિને મોટી રકમ કમાઈ શકો છો.
તમે મરઘાં ઉછેર (Poultry Farming) બિઝનેસ કરી શકો છો. આ બિઝનેસ ઓછામાં ઓછા 5 થી 9 લાખ રૂપિયાથી શરૂ કરી શકાય છે. જો તમે નાના સ્તર એટલે કે 1500 મરઘાથીથી લેયર ફાર્મિંગ (Layer farming) શરૂ કરો છો, તો તમે દર મહિને 50 હજારથી 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.
જાણો કેટલા રૂપિયા થશે ખર્ચ ?
મરઘાં ઉછેર માટે તમારે પહેલા સ્થાન શોધવું પડશે. તેના પછી પાંજરા અને સાધનો પાછળ લગભગ 5 થી 6 લાખ રૂપિયા ખર્ચવા પડશે. જો તમારે 1500 મરઘીઓના લક્ષ્યાંકથી કામ શરૂ કરવું હોય તો 10 ટકા વધુ મરઘીના (chicken) બચ્ચાઓ ખરીદવા પડશે. આપને જણાવી દઈએ કે આ બિઝનેસમાં તમે ઈંડામાંથી પણ ઘણી કમાણી કરશો. દેશમાં ઇંડાના ભાવ વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં તમે તેને વેચીને ઘણી કમાણી કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: Amazon Primeએ લોન્ચ કર્યો નવો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન- જાણો સંપૂર્ણ વીગત
મરઘા ખરીદવાનું બજેટ 50 હજાર રૂપિયા
એક લેયર પેરેન્ટ બર્થની (layer parent birth) કિંમત 30 થી 35 રૂપિયાની આસપાસ છે. એટલે કે ચિકન ખરીદવા માટે 50 હજાર રૂપિયાનું બજેટ રાખવું પડશે. હવે તેમને ઉછેરવા માટે વિવિધ પ્રકારનો ખોરાક ખવડાવવો પડે છે અને દવાઓ પર પણ ખર્ચ કરવો પડે છે.
દર વર્ષે 30 લાખ રૂપિયા સુધીની કમાણી
સતત 20 અઠવાડિયા સુધી મરઘીઓને ખવડાવવાનો ખર્ચ લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા હશે. લેયર પેરન્ટ પક્ષી એક વર્ષમાં લગભગ 300 ઈંડાં મૂકે છે. 20 અઠવાડિયા પછી મરઘીઓ ઇંડા આપવાનું શરૂ કરે છે અને એક વર્ષ સુધી ઇંડા મૂકે છે. 20 અઠવાડિયા પછી તેમના ખાવા-પીવા પાછળ લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં 1500 મરઘીઓમાંથી દર વર્ષે સરેરાશ 290 ઈંડાંથી લગભગ 4,35,000 ઈંડા મળે છે. બગાડ પછી પણ જો 4 લાખ ઈંડા વેચી શકાય તો એક ઈંડુ 5-7 રૂપિયાના હોલસેલ ભાવે વેચાય છે. એટલે કે, તમે ફક્ત એક વર્ષમાં ઇંડા વેચીને ઘણી કમાણી કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ઠંડી ગાયબ – નવેમ્બરમાં પણ તાપમાન 35 ડિગ્રીની આસપાસ- જાણો શહેરમાં ક્યારથી પડશે ઠંડી
સરકાર આપશે 35 ટકા સબ્સિડી (subsidy)
પોલ્ટ્રી ફાર્મ બિઝનેસ લોન પર સબસિડી લગભગ 25 ટકા છે. તે જ સમયે SC ST વર્ગને પ્રોત્સાહિત કરવા માટે આ સબસિડી 35 ટકા સુધીની હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ બિઝનેસની ખાસિયત એ છે કે તેમાં થોડી રકમનું રોકાણ કરવું પડશે અને બાકીની રકમ બેંકમાંથી લોન મળશે.
નોંધ – કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા તમારા વિશેષજ્ઞની સલાહ જરુર લો.
Join Our WhatsApp Community