Site icon

CAIT એ સરકાર પાસે ક્રેડિટ-ડેબિટ કાર્ડના ઉપયોગ પર લગાતા બેન્ક ચાર્જને લઈને કરી આ માગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં નોટબંધીને અમલમાં મૂકીને પાંચ વર્ષ થયા છે. તે પ્રસંગે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) ડિજિટલ પેમેન્ટમાં થઈ વૃદ્ધિે ધ્યાનમાં રાખીન કેન્દ્ર સરકાર સમક્ષ માગણી મૂકી છે કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ પર લાગનારા એકથી બે ટકા બેન્ક ચાર્જિસને  સીધી સબસિડીના રૂપમાં બેંકને આપી દે, જેથી કરીને વેપારી અથવા ગ્રાહકોને  બેંકને તે ચાર્જ ભરવો ના પડે.

નોટબંધીને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે  CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રીએ કહ્યું હતું કે આ પાંચ વર્ષની શરૂઆતમાં વેપારીઓના ભારે  આર્થિક સંકટનો સામનો કરવો પડયો હતો. દેશનો વેપાર અસ્ત વ્યસ્ત થઈ ગયો હતો. છતાં વેપારીઓએ સરકારને સાથ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટને અપનાવાની અપીલ કરી હતી, તેને લોકો ધીમે ધીમે સ્વીકારી રહ્યા છે.  

ગ્રાહકો પેમેન્ટ કરવા માટે ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો વધુ ઉપયોગ કરતા થયા છે. પરંતુ તેના પર લાગતા એકથી બે ટકા બેન્ક ચાર્જને કારણે  લોકો હજી પણ ડિજિટલ પેમેન્ટ પર સંપૂર્ણપણે આધાર રાખવાને બદલે રોકડ રકમનો ઉપયોગ કરી રહ્યા છે એવા દાવા સામે  CAIT સરકાર સમક્ષ માગણી મૂકી છે કે સરકારે બેન્ક ચાર્જિસને સેીધી સબસીડીના રૂપમાં બેન્કને આપી દેવી અને વેપારી અથવા ગ્રાહકો પર બેન્ક ચાર્જનો  ભાર આવી ના પડે તેની તકેદારી લેવી. જો સરકાર આ પગલું અમલમાં મૂકશે તો ચોક્કસ વધુ ને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળશે એવો દાવો પણ  CAIT  કર્યો હતો.

Motorolaએ બજેટ ફોન Moto E30 લોન્ચ કર્યો; જાણો ફોનની કિંમત અને ફીચર્સ

સરકાર પ્રતિ વર્ષ મુદ્રા છાપવા માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરેછે અને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા મુદ્રાની સુરક્ષા અને લોજેસ્ટિક પાછળ ખર્ચ કરે છે. ડિજિટલ પેમેન્ટના ઉપયોગમા વધારો થવાથી સરકારના ખર્ચમાં પણ ઘટાડો થશે. તેથી બેન્કને સબસીડીને આપવાથી સરકાર પર કોઈ  વધારાનો ખર્ચ નહીં આવશે.

Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Exit mobile version