ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશભરમાં ફરી એક વખત કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાની ત્રીજી લહેર હેઠળ અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે ત્યારે ચલણી નોટોને કારણે શું કોરોના ફેલાઈ શકે છે એવો સવાલ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા(CAIT) દ્વારા આરોગ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને કરવામાં આવ્યો હતો. જોકે બંને પક્ષ તરફથી આ સવાલ પર મૌન સાધી રાખવાને કારણે CAIT એ તીખા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે ચલણી નોટો વાયરસના વાહક છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આરોગ્ય મંત્રાલય અને ICMR મૌન રાખીને બેઠી છે. જે અત્યંત ખેદજનક છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા ICMR ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે અને તેમને તાત્કાલિક સ્પષ્ટતા કરવા કહ્યું છે કે શું ચલણમાં રહેલી નોટોમાં વાયરસ છે કે નહીં.
હેં!! મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા આ કંપનીના CEO; જાણો વિગત
CAIT ના પદાઘિકારીઓના કહેવા મુજબ આ મામલો લાંબા સમયથી થી પેન્ડિંગ છે. જેના માટે નિયમિતપણે વિવિધ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યા છે પરંતુ આશ્ચર્યજનક રીતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR બંનેએ આ મામલે મૌન સેવ્યું છે. વર્તમાન કોવિડ વાયરસ ફરી એક વખત બેકાબૂ બની રહ્યો છે ત્યારે તેમની સ્પષ્ટતા ખૂબ મહત્વ ધરાવે છે. CAIT ચિંતિત છે કારણ કે દેશભરના કરોડો વેપારીઓ દ્વારા ચલણી નોટોનું સંચાલન એ વ્યવસાયિક પ્રવૃત્તિઓનો નિયમિત અને અભિન્ન ભાગ છે. જો ચલણી નોટો વાયરસના વાહક છે, એ સાબિત થાય છે તો તે માત્ર વેપારીઓ માટે જ નહીં પરંતુ તેમના ગ્રાહકો માટે પણ ઘાતક બની રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRને અનેક વખત રીમાઇન્ડર્સ મોકલવામાં આવ્યો હોવાનો દાવો પણ CAITએ કર્યો છે.
CAITના કહેવા મુજબ જર્નલ ઓફ કરંટ માઇક્રોબાયોલોજી એન્ડ એપ્લાઇડ સાયન્સ, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મા એન્ડ બાયો સાયન્સ, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ અને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનઉ દ્વારા તેના વિવિધ અભ્યાસો અને સંશોધનોમાં 2016 ના અહેવાલને ટાંકવામાં આવ્યો છે કે ચલણી નોટો વાયરસનું વહન કરે છે. લોકો વચ્ચે હાથની આપ-લે દરમિયાન તેમની સાથે વાયરસ પણ ફેલાય છે. જો રિપોર્ટ સાચો છે, તો તે સામાન્ય લોકો માટે ખૂબ જ ચિંતાજનક હોવાની ફરિયાદ પણ CAIT કરી હતી.