ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર
વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોને વર્ષ 2018-19 દરમિયાન ભારતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વકીલો પાછળ અધધ કહેવાતી 8,546 કરોડ રૂપિયા( 1.2અબજ)નો ખર્ચ કર્યો છે. એમેઝોન ફ્યૂચર ગ્રુપ સાથે અધિગ્રહણને મુદ્દે કાયદાકીય લડાઈ લડી રહી છે. એ સાથે જ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) પણ તેની તપાસ કરી રહ્યું છે. વેપારીઓના સંગઠન કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના દાવા મુજબ એમેઝોન પોતાની કુલ કમાણીના 20 ટકા આવક વકીલો પાછળ ખર્ચી રહ્યું છે. તેથી તેના કામ કરવાની પદ્ધતિ પર જ સવાલ થાય છે. CAITની ફરિયાદ મુજબ એમેઝોનના ભારતમાં રહેલા કાયદાકીય પ્રતિનિધિઓના કથિત રીતે લાંચ આપવાના કેસ સામે આવ્યા છે.
સપ્ટેમ્બરનો વરસાદ બન્યો વિલનઃ પિતૃપક્ષમાં જ શાકભાજીના ભાવ આસમાને; જાણો વિગત
એમેઝોન વકીલો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એટલે તે પૈસાના જોરનો દુરુપયોગ ભારતમાં કરી રહી હોવાનું જણાઈ રહ્યું હોવાની ફરિયાદ પણ CAIT દ્વારા કરવામાં આવી છે. તેથી આ કંપનીઓના અધિકારીઓની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી પણ CAIT દ્વારા કરવામાં આવી છે.