ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કરનારી રાજય સરકાર સામે CAITએ વ્યક્ત કરી નારાજગી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

 

વિદેશી ઓનલાઈન કોમર્સ કંપની એમેઝોન ભારતમાં અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને વેપાર કરી રહી છે. સરકારના કાયદા-કાનૂનને ગણકારતી નથી. સરકારી અધિકારીઓને સાથે સાઠગાંઠ કરીને દેશને નુકસાન કરી રહી હોવાનો શરૂઆતથી દેશભરના વેપારી સંસ્થાઓનું નેતૃત્વ કરતી કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) આરોપ કરી રહી છે. હવે CAIT એ  ભારતમાં અનેક રાજયોએ એમેઝોન સાથે વેપારને લગતા MOU કર્યા હોવાનો દાવો કર્યો છે. રાજય સરકારની આ નિતી સામે .CAITએ નારાજગી વ્યક્ત કરી છે. 

CAIT બહાર પાડેલા પ્રેસ રીલીઝમાં એવા આરોપ કરવામાં આવ્યા હતા કે એમેઝોન વૈશ્વિક અપરાધી છે. વેપારમાં તેના દ્વારા આચરવામાં આવેલી નિતીઓને કારણે અનેક દેશમાં એમેઝોનને દંડ કરવામાં આવ્યો છે. હાલ ભારતમાં પણ એમેઝોન સામે જુદી જુદી તપાસ ચાલી રહી છે. એવા સમયે અનેક રાજ્ય સરકારે તેની સામે વેપારને લગતા કરાર કર્યા છે. એમેઝોન પર વેચાતા ઉત્પાદનોમાં  સરકારી એજેન્સીઓએ પ્રવેશ કર્યો હોવાનો દાવો પણ CAIT એ કર્યો હતો.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ મધ્ય પ્રદેશમાં એમેઝોન સામે ઓનલાઈન ગાંજો વેચવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેથી મધ્ય પ્રદેશ સરકારે એમેઝોન સાથે કરેલા MOU તાત્કાલિક ધોરણે રદ કરવા જોઈએ. કાયદાનું ઉલ્લંઘન કરનારી કંપની સાથે  સંબંધ રાખવા બદલ મધ્ય પ્રદેશની સરકાર પાસે જવાબ માગવામાં આવશે. એમેઝોન સાથે કરવામાં આવેલા MOUને રદ કરવાની માંગણી પણ કરવામાં આવશે એવું CAIT એ કહ્યું હતું.

અમદાવાદ, રાજકોટ, મુંબઈના વેપારીઓ દ્વારા વિઝિટ કરાઈ, સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં વેપારીઓ દ્વારા શો-રૂમ બુક કરાયા

એમેઝોન સાથે વેપાર કરવાને લઈને CAITનું પ્રતિનિધિ મંડળ ફક્ત મધ્ય પ્રદેશની સરકાર પાસેથી જ નહીં પણ તમામ રાજયના મુખ્ય પ્રધાનને પત્ર લખશે. આવશ્યકતા જણાય તો મુખ્ય પ્રધાનની મુલાકાત લઈને તેમની પાસે પોતાની માગણી પણ રાખશે એવું CAIT કહ્યું હતું. 
CAITના કહેવા મુજબ માર્ચ 2021માં એમેઝોને મધ્ય પ્રદેશ સરકારના એમ્પોરિયમ મૃગનયનીને પોતાના ઈ-પોર્ટલ પર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.  મધ્ય પ્રદેશમાં એમેઝોન 5,000થી વધુ વણકરોને તેમના ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદ કરશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *