Site icon

ઓનલાઈન ગાંજો વેચનારી ઈ-કોમર્સ કંપની એમેઝોનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પાસે તપાસ કરાવોઃ ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ આ સંસ્થાએ કરી માંગણી જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

મધ્ય પ્રદેશમાં એમઝોન ઈ-કોમર્સ પોર્ટલના માધ્યમથી એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો વેચવામાં આવ્યો હોવાનું રેકેટ મધ્ય પ્રદેશ પોલીસે બહાર પાડયું છે. તેના બદલામાં એમેઝોનને 66 ટકા કમિશન મળ્યું હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકરણની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને સોંપવાની કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ માંગ કરી છે.

Join Our WhatsApp Community

ઈ-પોર્ટલ પર ગાંજો વેચવાના ગંભીર પ્રકરણમાં કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી  છે, જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ ને આ પૂરા પ્રકરણને ગંભીરતાથી લેવાનો આગ્રહ પણ CAIT કર્યો છે. ઓનલાઈન પર ગાંજો વેચનારા ગેરકાયદે રીતે હથિયાર પણ વેચી શકે છે. મધ્ય પ્રદેશ પોલીસને ગ્વાલિયરમાં એમેઝોનન ગોદામમાં છાપામારી દરમિયાન મારિજુઆનાન 380થી વધુ પેકેટ મળી આવ્યા હતા. જેને કડીપત્તાના રૂપમાં વેચવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

શોકિંગ! આ ઈ-કોમર્સ કંપનીએ ઓનલાઈન આટલા કરોડ રૂપિયાનો ગાંજો વેચયોઃ તેના બદલામાં લીધું 66 ટકા કમિશન; જાણો વિગત.

CAIT ના કહેવા મુજબ એમેઝોન વિરુદ્ધ આકરા પગલા લેવા જોઈએ. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર મૂકવામાં આવેલા આરોપ કરતા પણ વધુ ગંભીર કૃત્ય એમેઝોને કર્યું છે. ભારતમાં એમેઝોનનું સંચાલન કરનારા અને મેનેજમેન્ટ તેમ જ જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ થવી જ જોઈએ. એક કરોડથી વધુ કિંમતનો ગાંજો વેચવા માટે એમેઝોનને 66 ટકા એટલે કે 66 લાખ રૂપિયાનું કમિશન મળ્યું છે. એમેઝોનને તમામ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. એમેઝોને ડ્રગ પેડલરનું કામ કર્યું છે. ભારતમાં એમેઝોન ફેમા અને એફડીઆઈ જેવા નિયમોનું ઉલ્લંઘન કરીને જ કામ કરી રહી છે. તેથી તેની સામે આકરા પગલા લેવા જોઈએ એવી માગણી પણ CAIT કરી છે.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version