News Continuous Bureau | Mumbai
દેશની અગ્રણી વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) હવે ઈ-કોમર્સ(E-Commerce) પોર્ટલ પર વેચાતીઓ દવા(Medicine)ઓ સામે આંખ લાલ કરી છે. ઓન લાઈન (Online)દવાઓ વેચીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતું હોવાની ફરિયાદ CAIT દ્વારા કેન્દ્રને કરવામાં આવી છે. તેમ જ કેન્દ્ર સરકાર(Central Govt) સુધી અવાજ પહોંચાડવા માટે મેના પહેલા અઠવાડિયામાં દેશભરના કેમિકસ્ટ(chemist)નો રાષ્ટ્રવ્યાપી અધિવેશન પણ દિલ્હી(Delhi)માં કરવામાં આવવાનું છે.
દેશમાં અનેક મોટી વિદેશી અને સ્થાનિક કોર્પોરેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઈન ફાર્મસીઓ (Online Pharmacy) દવાઓનું વેચાણ કરીને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક કાયદો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઓનલાઈન દવાના વેચાણને કારણે દેશના કરોડો જથ્થાબંધ અને છૂટક કેમિસ્ટો(chemist)ના વ્યવસાયને માત્ર ખરાબ રીતે અસર કરી છે, એટલું જ નહીં પણ ગ્રાહક(customer ) વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને ભારતીય ગ્રાહકોની સલામતી અને આરોગ્યને પણ જોખમમાં મૂકી રહ્યું છે એવો દાવો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્નારા કરવામાં આવ્યો છે.
CAIT દ્રારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health Minister) શ્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)ને આ મહત્વપૂર્ણ મુદ્દા પર તાત્કાલિક અસરથી ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે.
તેમ જ આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CAIT દ્રારા મેના પહેલા અઠવાડિયા દેશના વિવિધ રાજ્યોના અગ્રણી કેમિસ્ટ એસોસિએશનોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી CAIT બહાર પાડેલી પ્રેસ રિલીઝમાં આપી હતી.
રાષ્ટ્રીય સ્તરે કેમિસ્ટ એસોસિયેશન મે 2022 ના પ્રથમ સપ્તાહમાં નવી દિલ્હીમાં કોન્ફરન્સ કરવામાં આવવાની છે. અને આ મુદ્દે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે. આ દરમિયાન CAITનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ(Piyush Goyal)ને મળશે અને તેઓને ઈ-કોમર્સના નિયમો અને નિયમોના સ્પષ્ટ ઉલ્લંઘન વિશે માહિતગાર કરશે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વની સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક કંપની ભારતમાંથી વિદાય લેશે. એક સમયે તેના એક શેરની કિંમત 12000 રૂપિયા હતી. જાણો વિગતે
CAIT દ્રારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દવાઓનું ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ અને નિયમો દ્વારા સંચાલિત થાય છે. અધિનિયમના નિયમો કડક છે અને દરેક આયાતકાર, ઉત્પાદક, વિક્રેતા અથવા દવાઓના વિતરક માટે માન્ય લાઇસન્સ હોવું ફરજિયાત છે. એટલું જ નહીં, પરંતુ તે પણ ફરજિયાત છે કે તમામ દવાઓ ફક્ત નોંધાયેલ ફાર્માસિસ્ટ દ્વારા જ આપવામાં આવે. જો કે, ઈ-ફાર્મસી માર્કેટપ્લેસ આપણા દેશના કાયદાની છટકબારીઓનો દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરીને અને નોંધાયેલા ફાર્માસિસ્ટ વિના દવાઓનું વિતરણ કરીને નિર્દોષ ભારતીય ગ્રાહકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. ઇ-ફાર્મસી માર્કેટપ્લેસ જેમ કે e Pharmacy, Tata 1mg, Netmeds અને Amazon Pharmacy આ સ્પષ્ટ ઉલ્લંઘનોમાં મોખરે છે અને તેમના મનસ્વી વર્તન પર ટૂંક સમયમાં અંકુશ મુકવો જોઈએ.
CAITના પદાધિકારીના કહેવા મુજબ સરકારે માત્ર એવી ઈ-ફાર્મસીઓને જ મંજૂરી આપવી જોઈએ કે જેમાં દવાઓ વેચવાની મંજૂરી હોય અને આ ઉપરાંત બાકીની તમામ ઈ-ફાર્મસીઓને બંધ કરવાનો નિર્દેશ આપવો જોઈએ.ઉપરાંત, કોઈ પણ વ્યક્તિને ઈ-ફાર્મસી યુનિટ અને ગ્રાહક વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરવા માટે વેબ પોર્ટલ સેટ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
આ સમાચાર પણ વાંચો : વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…
CAITના પદાધિકારીના કહેવા મુજબ તમામ દવાઓનું વિતરણ માત્ર રજિસ્ટર્ડ રિટેલ ફાર્મસીઓમાંથી જ કરવામાં આવે કારણ કે ગ્રાહકોને તેઓ જે ઓર્ડર આપે છે તે બરાબર મળે તેની ખાતરી કરવા માટે યોગ્ય ચકાસણી પ્રક્રિયા માત્ર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ અનુસરવામાં આવે છે. સરકારે લઘુત્તમ રૂ. 1,00,000 નો દંડ લાદવો જોઈએ જે રૂ. 10,00,000 સુધીનો હોઈ શકે છે.