ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
આ સપ્તાહે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
આજના કારોબાર બાદ સેન્સેક્સ 427.44 પોઈન્ટના ઘટાડા સાથે 59,037.18 પર તો નિફ્ટી 139.85 પોઇન્ટના ઘટાડા સાથે 17,617.15 પર બંધ થયો છે.
આ બધાની વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો ઘટાડો થયો છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રોકાણકારોએ આ 4 દિવસમાં 9 લાખ કરોડ ગુમાવ્યા છે.
ગુરુવારે ટ્રેડિંગના અંતે પણ સેન્સેક્સ 634.20 પોઈન્ટ્સ અથવા 1.06 ટકાના ઘટાડા સાથે 59,464.62 પર બંધ થયો હતો.
