News Continuous Bureau | Mumbai
દેશની ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેર(Campus shoes)નો આઈપીઓ (Initial public offering) આવતા અઠવાડિયે એટલે કે 26 એપ્રિલના રોજ ખુલશે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં કંપનીના વર્તમાન શેર ધારકો અને પ્રમોટર્સ 4.79 કરોડ શેર વેચશે. કંપનીના શેરની ફાળવણી 4થી મેના રોજ થશે, જ્યારે લિસ્ટિંગ 9મી મેના રોજ થશે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ (Campus IPO price band) જાહેર કરી છે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 278-292 રૂપિયા નક્કી કરી છે.
કંપની આઈપીઓ (Initial public offering) દ્વારા રૂ. 1400 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઈશ્યુ કેવળ વેચાણ માટેની ઓફર (OFS) છે અને તેમાં હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 4.79 કરોડ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે
કેમ્પસ એક્ટિવવેરના ઈશ્યુ હેઠળ લોટ સાઈઝ 51 શેર છે અને રોકાણકારો(Investors)એ ઓછામાં ઓછી એક લોટ સાઈઝ ખરીદવી જરૂરી છે. તદનુસાર, રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 14,892 (292 x 51 = 14,892)નું રોકાણ કરવું પડશે.
આ IPOમાં, 50 ટકા લાયક સંસ્થાકીય રોકાણકારો(Investors) માટે આરક્ષિત છે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. બાકીના 35 ટકા રિટેલ રોકાણકારો (Retail Investors)માટે આરક્ષિત છે.