કોરોના મહામારીના કારણે દેશભરમાં પ્રતિબંધો હોવાને કારણે મે મહિનામાં એટીએમ મશીનોમાંથી કેશ વિથડ્રોવલમાં 18.84 ટકાનો ઘટાડો થયો છે.
મે મહિનામાં દેશભરના એટીએમ મશીનોમાંથી 2501.79 ટ્રાન્ઝેકશન દ્વારા રૂ. 1,07,260.38 કરોડ રૂપિયા વિથડ્રોવ કરવામાં આવ્યા હતા
એપ્રિલ મહિનામાં, વિવિધ એટીએમ મશીનોથી કુલ 3,082.40 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને 1,31,346.44 કરોડ રૂપિયા વિથડ્રોવ કરવામાં આવ્યા હતા.
જોકે કોરોના કાળ દરમિયાન શહેરોથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અવરજવર ને લીધે, મે મહિનામાં માઇક્રો એટીએમ મશીનો અને બેંકિંગ કોરરેસ્પોન્ડેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 13.65 ટકાનો વધારો થયો હતો.
માઇક્રો એટીએમ મશીનો અને બેંકિંગ કોરરેસ્પોન્ડેન્ટ દ્વારા મે મહિનામાં 824.36 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને 24138.08 કરોડ રૂપિયા વિથડ્રોવ કરવામાં આવ્યા હતા
