Site icon

નોકરીની શોધમાં છો- તો રેલવેમાં નોકરીની તમને છે સુવર્ણ તક- આ રીતે કરો અરજી

News Continuous Bureau | Mumbai

 તમે નોકરી(Job)ની શોધમાં છો અને સરકારી નોકરી(Govt Job) કરવા ઈચ્છુક છો? તો તમારી માટે એક સુવર્ણ સંધી છે. સેન્ટ્રલ રેલવે(Central Railway)માં હાલ ભરતી ચાલી રહી છે. તે માટે કોઈ પરીક્ષા(Exam) આપવાની નથી. સીધા ઇન્ટરવ્યુ(Direct Interview) લઈને યોગ્ય ઉમેદવારોને ભરતી કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવે ભુસાવળમાં PGT, TGT, PRT પોસ્ટની કુલ 22 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો(Candidates) પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે. 3 વિભાગો હેઠળ કુલ 22 ખાલી જગ્યાઓ ભરવાની છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પર સૂચના બહાર પાડવામાં આવી છે અને આ પોસ્ટ માટે જરૂરી અન્ય વિગતો પણ જાહેર કરવામાં આવી છે.

પોસ્ટનું નામ – PGT, TGT, PRT છે. PGTની પોસ્ટ માટે – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક M.Sc અથવા માસ્ટર ડિગ્રીનું ક્વોલિફિકેશન આવશ્યક છે. જ્યારે TGT – કોઈ પણ સ્ટ્રીમની ડિગ્રી, PRT પોસ્ટ માટે – B.A/B.SCનું ક્વોલિફિકેશન આવશ્યક છે.

 આ સમાચાર પણ વાંચો : વીકેન્ડની મજા માણવા જતા મુંબઈગરા માટે સારા સમાચાર- ગત 36 કલાકથી બંધ મુંબઈની બહાર જતો આ માર્ગ ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો 

કુલ 22  પોસ્ટ છે. નોકરીનું સ્થાન- ભુસાવળ રહેશે અને ઉમેદવાર માટે ઉંમર મર્યાદા  18 થી 65 વર્ષની છે. પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ રહેશે. મુલાકાતનું સરનામું – DRMs ઓફિસ ભુસાવળ રહેશે. ઇન્ટરવ્યુની તારીખ – 4 ઓક્ટોબર 2022 છે. અધિકૃત વેબસાઇટ – cr.indianrailways.gov.in પરથી વિગતવાર માહીતી મળશે.

આ પોસ્ટ માટે પગાર ધોરણ નીચે મુજબ છે. PGT – 27,500 રૂપિયા, TGT – 26,250 રૂપિયા, PRT – 21, 250 રૂપિયા રહેશે.

ઉમેદવારોની પસંદગી 4 ઓક્ટોબર 2022 ના રોજ સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ ડીઆરએમ ઓફિસ, ભુસાવળ ખાતે સવારે 10 થી સાંજે 5 દરમિયાન યોજાશે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ખિસ્સા હળવા કરવા થઇ જાઓ તૈયાર- 1લી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં થવા જઈ રહ્યો છે વધારો- ગજવા પર આવશે આટલો બોજ

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version