Site icon News Continuous Bureau | Mumbai

શું આ ત્રણ બૅન્કોમાં તમારા ઍકાઉન્ટ છે? પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
 હાલમાં ઘણી બૅન્કોનું અન્ય બૅન્કો સાથે મર્જર થયું છે. હવે આ બૅન્કો પોતાના નીતિનિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે પણ જાણી લો તમારું ખાતું આ બૅન્કમાં તો નથીને?

જો તમારું બૅન્ક ખાતું પણ આ જાહેર બૅન્કોમાં છે, તો ચેકબુક સમયસર બદલો. આ બૅન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બૅન્કોમાં મર્જ થઈ છે. 1 ઑક્ટોબર, 2021થી બૅન્કોના મર્જરને કારણે ખાતાં નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બૅન્કિંગ સિસ્ટમ જૂના ચેકને માન્યતા આપશે નહીં. આ બૅન્કોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. એથી આ તમામ બૅન્કોના ગ્રાહકોને તાત્કાલિક તેમની શાખાની મુલાકાત લેવા અને નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

અફઘાની મહિલાઓએ કર્યો 'તાલિબાની બુરખા'નો વિરોધ, પારંપરિક પહેરવેશની તસવીરો શૅર કરી; જુઓ સુંદર તસવીરો

આ બૅન્કોની ચેકબુક અમાન્ય રહેશે

અલ્હાબાદ બૅન્ક, ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાની ચેકબુક અને MICR કોડ 1 ઑક્ટોબરથી અમાન્ય થવા જઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સાથે મર્જ થઈ છે, જે 1 એપ્રિલ, 2020થી અમલમાં આવી છે. જ્યારે ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાને પંજાબ નૅશનલ બૅન્કમાં મર્જ કરવામાં આવી હતી, જે 1 એપ્રિલ, 2019થી અમલમાં આવી હતી.

બૅન્કોએ ટ્વીટ કરીને માહિતી આપી છે
કે આ ત્રણ બૅન્કોનો MICR કોડ અને ચેકબુક માત્ર 30 સપ્ટેમ્બર, 2021 સુધી માન્ય છે. જૂનો MICR કોડ અને ચેક બુક 1 ઑક્ટોબર, 2021થી અમાન્ય રહેશે. કોઈ પણ વિક્ષેપ વગર બૅન્કિંગ વ્યવહારો ચાલુ રાખવા માટે, ગ્રાહકોએ 1 ઑક્ટોબર, 2021 પહેલાં નવી ચેકબુક એકત્રિત કરવી આવશ્યક રહેશે.

બૉલિવુડના પાંચ સંબંધો જેના સમાચાર સાંભળ્યા ન હતા, જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું  

GST Council Meeting Relief અધિકારીઓની મનમાની પર લગામ, સામાન્ય દંડ ₹૨૫,૦૦૦ થી ઘટાડીને ₹૧૦,૦૦૦ કરાયો, પ્રોસિક્યુશન મર્યાદા વધીને ₹૫ કરોડ
Mutual Funds Investment અંધારામાં તીર મારવાનું બંધ કરો! સેંકડો સ્કીમ્સમાંથી તમારા માટે કયું ફંડ બેસ્ટ છે? નાણાકીય નિષ્ણાતો પાસેથી જાણો કરોડોનું ફંડ બનાવવાની સિક્રેટ ટ્રિક
RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
Exit mobile version