News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક વર્ષોથી ચલણમાં(currency) બે હજાર રૂપિયાની નોટની(Two thousand rupee note) સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષના માર્ચના અંત સુધીમાં કુલ ચલણી નોટોમાં(Currency notes) તેમનો હિસ્સો ઘટીને 214 કરોડ અથવા 1.6 ટકા થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના વાર્ષિક અહેવાલમાં બહાર આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2020ના અંતમાં ચલણમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટોની સંખ્યા 274 કરોડ હતી. આ આંકડો ચલણમાં રહેલી કુલ ચલણી નોટોના 2.4 ટકા હતો. આ પછી માર્ચ 2021 સુધીમાં ચલણમાં 2000ની નોટોની સંખ્યા ઘટીને 245 કરોડ અથવા બે ટકા થઈ ગઈ. ગયા નાણાકીય વર્ષના અંતે આ આંકડો ઘટીને 214 કરોડ અથવા 1.6 ટકા થઈ ગયો હતો.
માર્ચ 2020માં 2000 રૂપિયાની નોટની કુલ કિંમત તમામ મૂલ્યની નોટોના કુલ મૂલ્યના 22.6 ટકા હતી. માર્ચ 2021માં આ આંકડો ઘટીને 17.3 ટકા અને માર્ચ 2022માં 13.8 ટકા થયો હતો. રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્ચના અંતે રૂ. 500 મૂલ્યની નોટોની સંખ્યા વધીને 4,554.68 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,867.90 કરોડ હતી.
આ સમાચાર પણ વાંચો : હાશ!! ક્રેડિટ કાર્ડ ઘારકોને RBIએ આપી આ મોટી રાહત… જાણો વિગતે
અહેવાલ મુજબ 500 રૂપિયાની નોટ (34.9 ટકા) સૌથી વધુ ચલણમાં હતી. તે પછી 21.3 ટકા સાથે 10 રૂપિયાની નોટો હતી. રિપોર્ટ અનુસાર તમામ મૂલ્ય વર્ગમાં ચલણમાં રહેલા કરન્સીનું કુલ મૂલ્ય માર્ચ 2021માં રૂ. 28.27 લાખ કરોડથી વધીને આ વર્ષે માર્ચમાં રૂ. 31.05 લાખ કરોડ થયું છે.