240
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
ઘણી વખત એટીએમમાં રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો છે.
આરબીઆઇએ નિર્ણય કર્યો છે કે એટીએમમાં સમય પર રૂપિયા ના નાખનારી બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવશે.
આરબીઆઇએ કહ્યુ કે કોઇ એક મહિનામાં એટીએમમાં જો 10 કલાકથી વધારે સમય સુધી કેશ નથી રહેતા તો સબંધિત બેન્ક પર દંડ ફટકારવામાં આવશે.
એટલે કે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે.
આરબીઆઈનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
You Might Be Interested In