Site icon

બજેટમાં મહત્વની જાહેરાત, ડિજિટલ કરન્સી પણ કરવેરા હેઠળ, ક્રિપ્ટોકરન્સીની આવક પર હવે આટલા ટકા કર લાગશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

 મંગળવાર. 

બજારનું પૂરું નોલેજ નહીં ધરાવનારા નાના-મોટા સૌ કોઈમાં ડિજિટલ કરન્સી કહેવાતી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે  કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટોકરન્સી ને લગતી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી ની કમાણી પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો તાજેતરના ઉલ્લેખનીય વધારો થયેલો જોવા મળી રહ્યો છે. 

કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું એ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી ની કમાણી પર હવેથી 30 ટકા ટેક્સ લાગશે.

કેન્દ્ર સરકારે ભારતમાં ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. એવા સમયે ક્રિપ્ટોકરન્સીની કમાણી પર આ કર લાગુ કરવાને ભારત સરકારનો મહત્વનો નિર્ણય માનવામાં આવે છે.

કરદાતાઓ માટે મહત્વની જાહેરાત, કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 18 ટકાથી આટલા ટકા કરવામાં આવ્યો; 10 કરોડની આવક પર લાગશે ટેક્સ 
આ સાથે ભારતમાં ડિજિટલ કરન્સી ચાલુ કરવામાં આવવાની છે. ભારતમાં લોન્ચ થનારી ડિજિટલ કરન્સી વર્ચ્યુઅલ હશે. પરંતુ દેશનું મૂળ ચલણ રૂપિયો હશે. આનો અર્થ એ થયો કે રૂપિયો ડિજિટલ સ્વરૂપમાં હોવાની શક્યતા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં CBDCS દ્વારા સોફ્ટ લોન્ચ કરવાનો સંકેત આપ્યો હતો. જોકે, આ અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી.

અગાઉ, સરકારે બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીના ઉપયોગની તપાસ કરવા માટે મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી. તેણે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. તેમ જ એમ્પાવર્ડ ટેક્નો

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version