News Continuous Bureau | Mumbai
ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
#સાયરસમિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે.. #અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો, જુઓ #વિડિયો.. #TataSons #CyrusMistryAccident #CyrusMistry #CyrusMistryDeath #newscontinuous pic.twitter.com/8q3gxRHKZZ
— news continuous (@NewsContinuous) September 6, 2022
દરમિયાન બિઝનેસમેનના એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રીની કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. અકસ્માત પછી તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને જ કારમાં સવાર ચારેયને બહાર કાઢ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દુનિયાના સૌથી અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી ચોથા સ્થાને ધકેલાયા- આ ઉધોગપતિએ તેમને આપી પછડાટ- બન્યા ત્રીજા ધનિક વ્યક્તિ