Site icon

ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બમ્પર ઉછાળો મોદી સરકારને થઈ અધધ આટલા લાખ કરોડની આવક

News Continuous Bureau | Mumbai

કોર્પોરેટ જગત અને વ્યક્તિગત કરદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરી છલકાવી દીધી છે. 

Join Our WhatsApp Community

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર,નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.36 લાખ કરોડ રૂપિયા થયું છે. 2022-23 માટે અત્યાર સુધીનું કુલ કલેક્શન (રિફંડ માટે એડજસ્ટમેન્ટ પહેલાં) રૂ. 8,36,225 કરોડ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 6,42,287 કરોડના કલેક્શન કરતાં 30 ટકા વધુ છે.

નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રૂ. 8.36 લાખ કરોડના કુલ સંગ્રહમાંથી રૂ. 4.36 લાખ કરોડ કોર્પોરેટ આવકવેરામાંથી અને રૂ. 3.98 લાખ કરોડ વ્યક્તિગત આવકવેરા (PIT)માંથી આવ્યા છે. પીઆઈટીમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  અધધ 15 લાખનું ઈનામ ધરાવતા મોસ્ટ વોન્ટેડ નક્સલી આતંકી મુંબઈ નજીક આવેલા આ વિસ્તારમાંથી ઝડપાયો

ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 7.01 લાખ કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 23 ટકા વધુ છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા પછી ચોખ્ખો કર સંગ્રહ 23 ટકા વધીને રૂ. 7,00,669 કરોડ થયો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, 2022-23માં 17 સપ્ટેમ્બર સુધી સંચિત એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ. 2.95 લાખ કરોડ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 17 ટકા વધુ છે.

17 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 1,35,556 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં 83 ટકા વધુ છે. શનિવાર સુધીમાં, લગભગ 93 ટકા યોગ્ય રીતે ચકાસાયેલ ITR પર આવકવેરા રિટર્ન (ITR) સાથે ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું છે કે રિફંડ ઝડપથી રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે 2022-23માં રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો થયો હતો. આના આધારે મંત્રાલયે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રક્રિયાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  મોહાલીમાં હંગામોઃ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો નહાતો વીડિયો વાયરલ, એકને હાર્ટ એટેક આવ્યો

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version