ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 14 જૂન 2021
સોમવાર
મુંબઈ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સુધારવાની સાથે જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળી છે, પરંતુ આ દુકાનો માત્ર અડધો દિવસ ચાલુ રહી શકે છે. બીજી તરફ ફેરિયાઓ દિવસ આખો વેપાર કરી શકે છે. મુંબઈ મહાનગરપાલિકાએ એલર્ટ જાહેર કર્યું હતું કે રવિવારના દિવસે ભારે વરસાદ પડશે. તેમ જ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે lockdownના નિયમો કડકાઇથી પાલન કરાવવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને કારણે આખા મુંબઈ શહેરની તમામ દુકાનો બંધ રહી જવા પામી હતી. બીજી તરફ મુંબઈ શહેરના ફેરિયાઓ ફૂટપાથ ઉપર આવી ગયા તેમ જ દુકાનની બહાર અડ્ડો જમાવી દીધો. આવું થવાને કારણે દુકાનદારોને એક રૂપિયાનો ધંધો કરવા મળ્યો નહીં જ્યારે કે વેપારીઓએ ઘરાકો પાસેથી પૈસા ગણી લીધા.
આ સંદર્ભે વેપારી સંગઠનના અધ્યક્ષ વીરેન શાહે પોતાનો અવાજ બુલંદ કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના પક્ષપાતી નિર્ણયને કારણે દુકાનદારોને ભારે નુકસાન થયું છે.