Site icon

આ દવાઓ થશે સસ્તી-આ નેશનલ એજેન્સીએ દવાઓની કિંમત કરી નક્કી-વધુ કિંમત વસૂલી તો વ્યાજ સહિત રીટર્ન કરવી પડશે રકમ-.જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

દવાઓની કિંમતોનું(Medicine prices)  નિયમન કરતી એજન્સી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આમાં ડાયાબિટીસ(Diabetes), માથાનો દુખાવો(headache), હાઈ બ્લડપ્રેશરની(High blood pressure) સારવારમાં વપરાતી દવાઓ મુખ્ય છે. આ પગલાથી કોલેસ્ટ્રોલ(Cholesterol) અને ટ્રાઈગ્લિસરાઈડનું(Triglyceride) સ્તર ઘટાડવામાં ઉપયોગી દવાઓની કિંમતમાં પણ ઘટાડો થશે.

Join Our WhatsApp Community

જો કોઈ દવા ઉત્પાદક(Drug manufacturer) કે માર્કેટિંગ કંપનીએ(Marketing company) વધારે કિંમત વસૂલ કરી હોય તો તેની પાસેથી વધારાનો ખર્ચ વ્યાજ સહિત વસૂલવામાં આવશે. ફેરફાર પછી, GST અલગ રહેશે, પરંતુ દવા ઉત્પાદકો તેને ત્યારે જ વસૂલ કરી શકશે જો તેઓ પોતે પણ સરકારને છૂટક કિંમત પર GST ચૂકવશે. 

આ સમાચાર પણ વાંચો : જાણીતી કંપનીઓના શેરમાં આવેલા કડાકા બાદ રોકાણકારોનું ટેન્સન વધ્યું-માર્કેટમાં હજુ આવશે કડાકો-  જાણો શું કહેવું છે નિષ્ણાતોનું

NPPA નોટિફિકેશન અનુસાર, પેરાસિટામોલ-કેફીન ટેબ્લેટની(Paracetamol-caffeine tablet) કિંમત રૂ. 2.88, વોગ્લિબોઝ(Woglibose) અને (SR) મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટની(metformin hydrochloride tablet) કિંમત રૂ. 10.47 અને રોસુવાસ્ટાનિન એસ્પિરિન(Rosuvastanin aspirin) અને ક્લોપીડોગ્રેલ કેપ્સ્યુલની(Clopidogrel capsule) કિંમત રૂ. 13.91 હશે.

NPPA નું કામ દેશમાં દવાઓ અને ફોર્મ્યુલેશનની ઉપલબ્ધતા જાળવવા માટે કિંમત, નિયંત્રણ અને નિર્દેશો આપવાનું છે. જો કોઈ દવા ઉત્પાદક વધુ કિંમત વસૂલ કરે છે, તો તે તેની પાસેથી વસૂલવામાં આવે છે. જે દવાઓ કિંમત નિયંત્રણ યાદીમાં નથી, આ એજન્સી તેની દેખરેખ રાખે છે.
 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version