Site icon

શોકિંગ! આ ઈ-કોમર્સ કંપનીએ ઓનલાઈન આટલા કરોડ રૂપિયાનો ગાંજો વેચયોઃ તેના બદલામાં લીધું 66 ટકા કમિશન; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 નવેમ્બર  2021 
સોમવાર. 

ઓનલાઈન વેચાણ કરનારી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ નિયમોનો ભંગ કરીને  દેશમાં વેપાર કરતા હોવાની પહેલાથી જ દેશભરના વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે. તેમાં હવે  એમઝોન ઈ-કોમર્સ પોર્ટલના માધ્યમથી એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો વેચવામાં આવ્યો હતો અને તેના બદલામાં એમેઝોનને 66 ટકા કમિશન મળ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.  
 

Join Our WhatsApp Community

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આ ગંભીર પ્રકરણમાં કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલા લેવાની માગણી કરી છે. આ પૂરા પ્રકરણની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એમેઝોનની તપાસ કરવાની આવશ્યકતા પર પણ તેમણ ભાર મૂક્યો છે. કારણ કે એમેઝોને સેલરના રૂપમાં કામ કરીને પૈસા કમાયા છે. પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરીને, કમિશન મેળવ્યું છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર મૂકવામાં આવેલા આરોપ કરતા પણ વધુ ગંભીર કૃત્ય એમેઝોને કર્યું છે, તેથી તેની સામે આકરા પગલા લેવા જોઈએ એવી માગણી પણ CAIT કરી છે.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ કોઈ પણ વેચાણકર્તાને પોર્ટલ પર રજીસ્ટર કરતા સમયે એમેઝોને તેની વાસ્તવિકતા જાણવા માટે કેવાયસી કરવુ આવશ્યક હતું. એમેઝોને ગાંજા જેવી ગેરકાયદ વસ્તુઓનું વેચાણ કરવાની મંજૂરી આપવી જોઈતી નહોતી. એમેઝોને જેવી કંપનીઓ પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિગનો ઉપયોગ ગેરકાયદે વસ્તુઓના વેચાણના પહેલા ઓળખ કરવા માટે કર્યો નહોતો.

ભારતમાં 5G સેવા ક્યારે શરૂ થશે? સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ; જાણો વિગતે 

NCB સહિત સરકાર અને અન્ય સરકારી એજેન્સીએ એમેઝોન સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તેઓ ઓનલાઈન ગાંજો વેચી શકે છે. તો ભવિષ્યમાં હથિયાર પણ વેચતા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ અને મની લોન્ડ્રિંગ કરતા પણ તેઓ અચકાશે નહીં. 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version