News Continuous Bureau | Mumbai
EPFO તરફથી ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે, તેથી EPFO ખાતાધારકો(EPFO Account Holders) માટે સારા સમાચાર છે. આ ખાતાધારકોને 7 લાખ રૂપિયાનો મફત લાભ મળવાનો છે. પરંતુ તે માટે ખાતાધારકો માટે ઈ-નોમિનેશન(E-Nomination)કરવું ફરજિયાત રહેશે. EPFOએ એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે.
EPFOએ તાજેતરમાં PF ખાતાધારકો માટે ઈ-નોમિનેશન ફરજિયાત બનાવ્યું છે. આથી, નામાંકિત ખાતાધારકોના(Nominee Account Holders) નોમિનીને પીએફમાં(PF to Nominee) સામાજિક સુરક્ષા(Social Security) સંબંધિત સુવિધાનો લાભ આપી શકાય છે. તમામ ખાતાધારકો ઓનલાઈન દ્વારા ઈ-નોમિનેશન કરી શકે છે. તેથી ખાતેધારકોએ ઓનલાઈન અરજી(Online application) કરવી પડશે અને ઈ-નોમિનેશન કરવું પડશે.
આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ
ઈ-નોમિનેશન કેવી રીતે કરવું તેને લગતી માહિતી પણ તેમણે જાહેર કરી છે. તે મુજબ ઈ-નોમિનેશન માટે EPFOની સત્તાવાર વેબસાઈટ https://www.epfindia.gov.in/ ની મુલાકાત લેવી પડશે. ત્યારપછી સર્વિસ સેકશન વિભાગમાં ફોર એમ્પ્લોઈઝ વિકલ્પ પસંદ કરો. પછી તમારો UAN નં. અને પાસવર્ડ એન્ટર કરીને લોગીન કરો. મેનેજ ટેબ પસંદ કરો અને ઈ-નોમિનેશન પર ક્લિક કરો, વિગતો પ્રદાન કરો ટેબ પર ક્લિક કરો અને સેવ બટન દબાવો.
ફેમિલી ડિક્લેરેશન(Family Declaration) માટે યસ પર ક્લિક કરો અને એડ ફેમિલી ડિટેલ્સ(Family details) પર ક્લિક કરો. તેમાં નોમિનીનો ફોટો, આધાર કાર્ડ, આધાર લિંક્ડ મોબાઈલ ફોન અને બેંક ખાતાની વિગતો(Bank account details) આપવાની રહેશે. અહીં નોમિની વિગતો ઉમેરો અને સેવ EPF નોમિનેશન પર ક્લિક કરો. પછી OTP જનરેશન માટે ઈ-સાઇન વિકલ્પ પસંદ કરો અને આધાર કાર્ડ સાથે નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમારું ઈ-નોમિનેશન EPFOમાં નોંધવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગની આવી છે આગાહી- સાથે જારી કર્યું છે આ એલર્ટ