Site icon

મોંધવારીનો વધુ એક ફટકો-આ મહિનાથી વીજળીના બિલમાં થશે આટલા ટકાનો વધારો- જાણો વિગત

Mumbai : electricity bill charges may increase from april

 મુંબઈમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે વીજ દરમાં પણ 50 રૂપિયાનો થશે વધારો..  

News Continuous Bureau | Mumbai 

સામાન્ય માણસોના ખિસ્સાને હજી ફટકો પડવાનો છે. આ મહિનાથી વીજળીના બિલમાં(Electricity bill) 20 ટકા સુધીનો વધારો થવાનો હોવાથી ગ્રાહકોને ઊંચા વીજળીના બિલ ચૂકવવા પડવાના  છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જિસ (FAC) લાગુ કરવાની મંજૂરી વીજ કંપનીઓને(Power companies) આપી દીધી છે, તેની સીધી અસર આ મહિનાના વીજળીના બિલમાં જોવા મળવાની છે.

વિતરણના આ નિર્ણયથી દક્ષિણ મુંબઈમાં(South Mumbai) વીજ પુરવઠો(Power supply) કરનારી બેસ્ટના(BEST) 10.5 લાખ ગ્રાહક, ટાટા પાવરના(Tata Power) 7 લાખ ગ્રાહક અને અદાણી ઈલેક્ટ્રિસિટીના(Adani Electricity) 29 લાખ ગ્રાહકોને તો MSEDCLના 2.8 ગ્રાહકોને ફટકો પડશે.

આ સમાચાર પણ વાંચો : અતરંગી એલોન મસ્કે ટ્વિટર ખરીદવાનું માંડી વાળ્યું-આટલા કરોડનો સોદો કર્યો રદ-હવે ટ્વીટરે ચડાવી બાંયો-કરશે આ કામ

વીજળીના બિલમાં લઘુતમ વધારો 10 ટકા અને મહત્તમ વધારો 20 ટકા સુધીનો રેસિડેન્શિલથી લઈને કર્મશિયલ એમ દરેક શ્રેણીના ગ્રાહકોને લાગુ પડશે. FAC કોલસા અને ગેસ જેવા બળતણની(Coal gas fuels)  વિવિધ કિંમતો પર આધારિત રહેશે. છેલ્લા બે વર્ષ દરમિયા કોરોના મહામારીને(Covid19 pandemic) પગલે તેને ગ્રાહકો પર લાગુ કરવામાં આવ્યો નહોતો.

FAC માર્ચ, એપ્રિલ અને મે મહિના અને ત્યારબાદ નવેમ્બર સુધી વસૂલ કરવામાં આવશે. જુલાઈ મહિનાના બિલમાં પણ તે લાગુ કરવામાં આવશે.
 

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Exit mobile version