ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, ત્યારે ખાનગી વાહનોમાં અથવા ચાર પૅસેન્જર સાથેના એસી વાહનોમાં પ્રવાસ કરનારા લોકોને માસ્ક પહેરવામાં રાહત આપવાની માગણી મહારાષ્ટ્રમાં વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (FAM) દ્વારા પત્ર લખીને મુંબઈ મહાનગરપાલિકાને કરવામાં આવી છે.
ફામના ડાયરેક્ટર જનરલ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. મોટા ભાગના લોકોએ વેક્સિનના ડોઝ પણ લઈ લીધા છે. હવે જ્યારે કોરોના નિયંત્રણમાં આવ્યો છે, ત્યારે એસી કારમાં પ્રવાસ કરનારા લોકોને માસ્ક પહેરવાથી હવે છૂટ આપવી જોઈએ. સંબંધિત વ્યક્તિ કારમાંથી બહાર નીકળતા સમયે માસ્ક પાછો પહેરી લેશે.
અરે વાહ! હવેથી વ્હૉટ્સઍપ પર પણ વેક્સિનેશન માટેનો સ્લોટ બુક કરી શકાશે; જાણો વિગત
લગભગ દોઢ વર્ષથી લોકો માસ્ક પહેરી રહ્યા છે, એથી કંટાળી ગયા છે. લોકો કોરોના સંબંધિત તમામ નિયમનું પાલન કરી રહ્યા છે, ત્યારે વેક્સિન લીધેલા લોકોથી જોખમ ઓછું હોય છે. અગાઉ પાલિકાએ ખાનગી કારમાં પ્રવાસ કરનારા લોકોને છૂટ આપી હતી. હવે જોકે માસ્ક વગર કારમાં બેઠેલા લોકોને ક્લીનઅપ માર્શલ તુરંત પકડે છે અને તેમની પાસેથી દંડની રકમ વસૂલ કરે છે. પાલિકાએ હવે કારમાં બેસેલા લોકોને માસ્ક પહેરવાથી રાહત આપવા બાબતે વિચાર કરવો જોઈએ એવું આશિષ મહેતાએ કહ્યું હતું.