ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
દેશના 1991ના ઐતિહાસિક બજેટનાં 30 વર્ષ પૂરાં થવાને અવસરે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા માટે આગામી સમય બહુ મુશ્કેલ હોવાનું કહીને પોતાની વાત રજૂ કરી હતી. તેમ જ કોરોના મહામારીને પગલે નિર્માણ થયેલા આર્થિક સંકટ સામે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
દેશમાં આસમાને આંબી ગયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના સૌથી સર્વોતમ ભાવે છે. એને કારણે મોંઘવારીના દરમાં પણ વૃદ્ધિ થઈ છે. વિપક્ષ સરકાર પર તૂટી પડી છે ત્યારે આર્થિક મોરચા પર દેશની હાલની પરિસ્થિતિ માટે મનમોહન સિંહે ચિંતા વ્યક્ત કરી હતી.
શુક્રવારે 1991ના ઐતિહાસિક બજેટનાં 30 વર્ષ નિમિતે મનમોહન સિંહે કહ્યું હતું કે આગળનો સમય 1991ના આર્થિક સંકટ કરતાં પણ વધુ પડકારજનક રહેવાનો છે. દેશે તમામ ભારતીયો માટે સન્માનજનક જીવન નિશ્ચિત કરવા માટે પોતાની પ્રાથમિકતાઓને ફરી તપાસવી પડશે. દેશની અર્થવ્યવસ્થા માટે વધુ મુશ્કેલ સમય આવવાનો છે. 1991માં દેશની અર્થવ્યસ્થા માટે મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા. દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ ખોલવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં જુદી-જુદી સરકાર દ્વારા એનું અનુસરણ કરવામાં આવ્યું છે. એથી દેશની અર્થવ્યવસ્થા દુનિયાનું સૌથી મોટુ અર્થતંત્ર કહેવાય છે.
BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો
કોરોનાના મહામારીને કારણે દેશના અર્થતંત્રને થયેલા નુકસાન અને કરોડો લોકોએ ગુમાવેલી નોકરી સામે મનમોહન સિંહે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. તેમ જ દેશની અર્થવ્યવસ્થા માટે આગામી સમયમાં મુશ્કેલી ભર્યો રહેવાની તેમણે ભવિષ્યવાણી કરીને દેશના લોકો સન્માનજનક જીવી શકે એ માટે દેશને તેની પ્રાથમિકતામાં સુધારો કરવાની સલાહ પણ તેમણે આપી હતી.