પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ

News Continuous Bureau | Mumbai

જુલાઈ મહિનો પૂરો થવાનો આરે છે અને ૧ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે. ૧ ઓગષ્ટ તારીખ સાથે દર મહિનાની જેમ આ વખતે પણ કેટલાક ફેરફારો થવાના છે. ગેસની કિંમત(Gas price) ઉપરાંત, તેમાં બેંકિંગ સિસ્ટમ(banking system) સાથે સંબંધિત કેટલાક અપડેટ્‌સ પણ શામેલ છે. નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા પર પડશે. આ સિવાય બેંકોમાં પણ દર મહિના કરતા આ મહિને વધુ રજાઓ(Bank Holidays) રહેશે. આવો જાણીએ ૧ ઓગસ્ટથી થયેલા ફેરફારો વિશે…

Join Our WhatsApp Community

બેંક ઓફ બરોડા ચેક પેમેન્ટ સિસ્ટમ(Bank of Baroda Check Payment System)

જો તમારું ખાતું બેંક ઓફ બરોડામાં છે, તો આ સમાચાર તમારા કામના છે. આ ૧ ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેક દ્વારા પેમેન્ટ(Cheque payment) કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

આરબીઆઈની(RBI) માર્ગદર્શિકા(Guidelines) મુજબ, બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને જાણ કરી છે કે, ૧ ઓગસ્ટથી રૂપિયા ૫લાખ કે તેથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ(Positive pay system) લાગુ કરવામાં આવી છે.

આ અંતર્ગત બેંકે એસએમએસ(SMS), નેટ બેન્કિંગ(Net Banking) અથવા મોબાઈલ એપ(Mobile App) દ્વારા ચેકથી સંબંધિત માહિતી આપવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં-જબરદસ્ત તેજી સાથે બંધ થયું શેરબજાર-સેન્સેક્સ- નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા

રાંધણ ગેસના ભાવ(Cooking gas prices)

દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના(gas cylinder) ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. આ વખતે કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ(Commercial Gas) બંને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સિલિન્ડરના ભાવમાં ૨૦ થી ૩૦ રૂપિયાનોફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયું હતું, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં ૫૦ રૂપિયાનો વધારોકરવામાં આવ્યો હતો.

૧૮ દિવસ સુધી બેંકો રહેશે બંધ(Bank Holiday)

આ વખતે ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો(Festivals) આવી રહ્યા છે. આકારણોસર, આ વખતે વિવિધ રાજ્યો સહિત કુલ ૧૮ દિવસ બેંકો બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) પણ તેની યાદીમાં જાહેરાત કરી છેકે, ઓગસ્ટમાં બેંક ઘણા દિવસો સુધી બંધ રહેશે. આ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને ચાર રવિવાર સહિત કુલ ૧૮ દિવસ બેંકો બંધરહેશે

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version