Site icon News Continuous Bureau | Mumbai

India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર

બે દાયકાની મહેનત બાદ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર; કાપડ, રત્ન-ઝવેરાત અને સીફૂડ ઉદ્યોગને મળશે મોટો વેગ, ખેતી ક્ષેત્રને રક્ષણ આપવા સમજૂતીથી રખાયું બહાર.

India-EU Historic Free Trade Agreement Tariff to be Eliminated on 96.6% of Products; European Markets to Open Fully for Indian Exporters.

India-EU Historic Free Trade Agreement Tariff to be Eliminated on 96.6% of Products; European Markets to Open Fully for Indian Exporters.

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને ભારત-EU મુક્ત વ્યાપાર સમજૂતીને આર્થિક સુરક્ષા માટે નવો બ્લૂપ્રિન્ટ ગણાવ્યો છે. આ સમજૂતી લાગુ થતાની સાથે જ બંને પક્ષો વ્યાપારી મૂલ્યના આધારે ૯૬.૬ ટકા ઉત્પાદનો પરથી ટેરિફ (ટેક્સ) તબક્કાવાર રીતે ઘટાડશે અથવા નાબૂદ કરશે. યુરોપિયન યુનિયન તેના બજારનો ૯૯.૫ ટકા હિસ્સો ભારત માટે ખુલ્લો મૂકશે.આ સમજૂતી હેઠળ મોટાભાગની પ્રોડક્ટ્સ પર ટેરિફ તાત્કાલિક અથવા આગામી ૭ વર્ષમાં શૂન્ય થઈ જશે. ભારત પણ ૧૦ વર્ષના સમયગાળામાં ૯૬ ટકા સામાન પરથી ટેક્સ હટાવશે. ખાસ કરીને ભારતના કાપડ, ચામડું, જેમ્સ એન્ડ જ્વેલરી અને સીફૂડ નિકાસકારોને યુરોપિયન માર્કેટમાં ‘ઝીરો ટેરિફ’ પ્રવેશ મળશે, જેનાથી વૈશ્વિક સ્પર્ધામાં ભારતની સ્થિતિ મજબૂત થશે.

Join Our WhatsApp Channel

ખેતી ક્ષેત્રને રક્ષણ

સ્થાનિક ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે ભારત અને EU બંનેએ ડેરી, ચોખા, ખાંડ અને બીફ જેવા સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને આ સમજૂતીથી બહાર રાખ્યા છે. આનો અર્થ એ છે કે આ ઉત્પાદનો પર હાલના નિયમો અને ટેક્સ યથાવત રહેશે, જેથી સ્થાનિક બજારમાં વિદેશી સ્પર્ધાને કારણે ખેડૂતોને નુકસાન ન થાય.

આ સમાચાર પણ વાંચો : Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.

કાર અને વાઇન થશે સસ્તા

આ સમજૂતીથી યુરોપિયન કાર ઉત્પાદકો અને વાઇન ઉત્પાદકોને પણ મોટો ફાયદો થશે. ભારતીય બજારમાં આ પ્રોડક્ટ્સ પર લાગતી ભારે ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે. એક અંદાજ મુજબ, ૨૦૩૨ સુધીમાં ભારતને થતી યુરોપિયન નિકાસ બમણી થઈ જશે અને યુરોપિયન કંપનીઓને વાર્ષિક અંદાજે ૪ બિલિયન યુરોની બચત થશે.

ડિજિટલ વ્યાપાર અને ડેટા પ્રાઇવસી

ટેરિફ ઉપરાંત, બંને પક્ષોએ ડિજિટલ ટ્રેડમાં સહકાર વધારવાની પણ ખાતરી આપી છે. આમાં ડેટા પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. જોકે, વ્યક્તિગત ડેટા સુરક્ષા અને સરહદ પાર ડેટા ફ્લો પર બંને દેશોના પોતાના સત્તાવાર અધિકારો યથાવત રહેશે. આનાથી આઇટી સેક્ટરમાં કામ કરતી ભારતીય કંપનીઓ માટે પણ યુરોપમાં નવી તકો ઉભી થશે.

 

Maharashtra SIR draft મહારાષ્ટ્રમાં SIR ડ્રાફ્ટ વોટર લિસ્ટ આજે જાહેર, ઘરે બેઠા નામ ચેક કરો
India GDP Growth First Quarter વિકાસની રફતાર તેજ પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાના શાનદાર જીડીપી વૃદ્ધિ દર સાથે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત
Zomato Strict Rules પનીરના નામે નકલી ચીજ વેચવું બંધ! ઝોમેટોએ રેસ્ટોરન્ટ્સ માટે જારી કર્યા સખત નિયમો
Stock market Block and Bulk Deals દલાલ સ્ટ્રીટમાં મોટા સોદાઓની ભરમાર ૮૦,૦૦૦ કરોડને વટાવી ગયા બ્લોક અને બલ્ક ટ્રેડ, જબરદસ્ત ઉછાળો નોંધાયો
Exit mobile version