Site icon

સિમેન્ટ કારોબારમાં ‘કિંગ’ બન્યા ગૌતમ અદાણી, દેશની બીજા નંબરની મોટી સિમેન્ટ નિર્માતા કંપનીને કરી હસ્તગત, અધધ આટલા અબજ ડોલરની થઈ ડીલ…

Gautam Adani out of top 10 richest people in the world

મોટા સમાચાર : વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાંથી ગૌતમ અદાણી બહાર

News Continuous Bureau | Mumbai 

એશિયાની સૌથી ધનિક વ્યક્તિ(Asia's Richest man) ગૌતમ અદાણી(Gautam Adani) દેશની બીજા નંબરની સિમેન્ટ ઉત્પાદન(Cement production) કંપનીના માલિક બની ગયા છે. તેઓએ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ(Ambuja cements) અને તેની પેટાકંપની(Peta Company) ACCનો 63.19% હિસ્સો હસ્તગત કરી લીધો છે.

Join Our WhatsApp Community

અદાણી ગ્રૂપે(Adani Group) રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના અદાણી ગ્રૂપે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બનવા માટે 10.5 અબજ ડોલરના સોદામાં ભારતમાં હોલ્સીમ(Holcim) એજીના સિમેન્ટ વ્યવસાયમાં(Cement buisness) નિયંત્રક હિસ્સો હસ્તગત કર્યો છે. 

હોલ્સીમના કહેવા મુજબ ડિવાઇસ્ટમેન્ટ એક સમજી વિચારીને લેવામાં આવેલું એક પગલું છે. તેઓ સિમેન્ટના ઉત્પાદન પરની તેમની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયત્નમાં છે. આ એક ઔદ્યોગિક પ્રક્રિયા છે જે ઉચ્ચ સ્તરના કાર્બન ઉત્સર્જનનું ઉત્પાદન કરે છે અને તેથી ઘણા પર્યાવરણ-સભાન રોકાણકારોને રોકાણ કરતા અટકાવે છે એવું પણ હોલ્સીમે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  હાશકારો!!! નાના કરદાતાઓને સરકારે આપી મોટી રાહત, આટલા વર્ષ જૂની ફાઈલ ખોલવામાં આવશે નહીં.. જાણો વિગતે.

તાજેતરના વર્ષોમાં સ્વિટ્ઝરલેન્ડ(Switzerland) સ્થિત કંપનીએ કાર્બન-સઘન સિમેન્ટ(Carbon-intensive cement) બનાવટમાંથી બહાર નીકળવાના પ્રયત્નોને વેગ આપ્યો હતો.

અંબુજા અને ACC પાસે વાર્ષિક ઓછામાં ઓછા 70 મિલિયન ટન સિમેન્ટ ઉત્પન્ન કરવાની સંયુક્ત ક્ષમતા છે, જે અલ્ટ્રાટેક સિમેન્ટ(Ultratech cement) પછી બીજા સ્થાને છે, જેની 120 મિલિયન ટન ક્ષમતા છે.

હોલસિમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથને ભારતમાં હોલ્સીમનો વ્યવસાય પ્રાપ્ત કરવા માટે એક બંધનકર્તા કરાર કર્યો હતો, જેમાં અંબુજા સિમેન્ટમાં તેનો હિસ્સો છે, જે ACCમાં 50.05% ઈન્ટરેસ્ટ ધરાવે છે, તેમજ ACCમાં તેનો 48.4848% સીધો હિસ્સો છે. હોલ્સીમને લગભગ 6.4 અબજ ડોલર મળશે.

અદાણી જૂથના એક અધિકારીના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ(Adani Enterprise Ltd.) પાસે બે સિમેન્ટ પેટાકંપનીઓ છે. અદાણી સિમેન્ટેશન લિમિટેડ પશ્ચિમ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં એકીકૃત સુવિધા બનાવવાની યોજના ધરાવે છે.

અંબુજા સિમેન્ટમાં 14 સિમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 4,700 લોકોને રોજગારી મળે છે. ACCમાં 17 સિમેન્ટ પ્લાન્ટ્સ અને 78 રેડી મિક્સ કોંક્રિટ ફેક્ટરીઓ (Concrete factories)છે અને 6,000 લોકોને રોજગારી આપે છે.
 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version