Site icon

જેમ્સ જ્વેલરીની નિકાસમાં ઓગસ્ટ મહિનામાં થયો આટલા કરોડનો વધારો- છતાં વેપારીઓ ચિંતામાં-જાણો શું છે કારણ 

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીમાંથી(corona epidemic) બહાર નીકળ્યા બાદ દેશનું અર્થતંત્ર(economy of the country) ફરી એક વખત પાટે ચઢ્યું છે. ત્યારે દેશમાં જેમ્સ અને જ્વેલરીની(Gems and Jewellery) કુલ નિકાસ ઓગસ્ટ 2022માં વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીને રૂ. 26,418.84 કરોડ થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(Gems and Jewelery Export Promotion Council) (GJEPC) એ સત્તાવાર રીતે જણાવ્યું હતું. જોકે ચીન અને રશિયા-યુક્રેનના યુદ્ધના(China and the Russia-Ukraine war) કારણે બજારમાં વેપારીઓમાં હજી પણ ચિંતામાં હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ GJEPCએ બહાર પાડેલી પ્રેસ રીલીઝ અનુસાર, ઓગસ્ટ 2021 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ રૂ. 24,749.69 કરોડ હતી. તેની સામે આ વર્ષે ઑગસ્ટમાં તેમાં વધારો થઈને આ રકમ 26,418.84 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ  લાભ પછી પણ બજાર હાલમાં ભૌગોલિક રાજકીય કટોકટી અને મંદીની આશંકાથી ચિંતિત છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ સંકેતો વધુ ઘેરા થશે તો નિકાસ પર અસર પડી શકે છે.

GJEPC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ઓગસ્ટમાં પોલિશ્ડ અને પોલિશ્ડ ડાયમંડ (CPD)ની કુલ નિકાસ 0.84 ટકા ઘટીને રૂ. 14,955.8 કરોડ થઈ છે. ઓગસ્ટ 2021માં તે રૂ. 15,082.28 કરોડ હતી. એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમિયાન CPDની કુલ નિકાસ 1.59 ટકા વધીને રૂ. 78,697.84 કરોડ થઈ હતી જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 77,465.26 કરોડ હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતમાં બાળકોનો આ વિદેશી કંપનીના બેબી પાવડર પર કાયમી ધોરણે પ્રતિબંધ- FDAની કાર્યવાહી

જીજેઈપીસીના કહેવા મુજબ  છેલ્લા બે મહિનાથી ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે CPD ની નિકાસને ઘણી હદે અસર થઈ છે. ઉપરાંત રશિયા અને યુક્રેનના સંઘર્ષને કારણે હીરાની નિકાસને અમુક અંશે અસર થઈ છે. આ સિવાય ઓગસ્ટમાં સાદા સોનાના દાગીનાની કુલ નિકાસ 25.44 ટકા વધીને રૂ. 2,970.78 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે રૂ. 2,368.24 કરોડ હતો.

તે જ સમયે, ભારતની માલસામાનની નિકાસ ઓગસ્ટમાં(India's merchandise exports) 1.62 ટકા વધીને USD 33.92 અબજ થઈ છે. આ સમયગાળા દરમિયાન, વેપાર ખાધ બમણીથી વધુ વધીને USD 27.98 બિલિયન થઈ ગઈ છે. એપ્રિલ-ઓગસ્ટ 2022-23 દરમિયાન નિકાસ 17.68 ટકા વધીને USD 193.51 અબજ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આયાત 45.74 ટકા વધીને 318 અબજ ડોલર થઈ છે.

ઓગસ્ટમાં સોનાની આયાત(Import of gold) લગભગ 47 ટકા ઘટીને USD 3.57 અબજ થઈ હતી. આયાતી સોનાનો એક ભાગ મૂલ્યવર્ધન(Value addition) સાથે નિકાસ કરવામાં આવે છે. સમીક્ષા હેઠળના મહિનામાં ચાંદીની આયાત વધીને USD 684.3 મિલિયન થઈ હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં USD 154 મિલિયન હતી.

આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર- ભારતનું ફૂડ પ્રોસેસિંગ માર્કેટ 2025 સુધીમાં અધધ- આટલા બિલિયન સુધી પહોંચી જશે
 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version