દશેરા દિવાળી સુધરી ગયા, તેલ સસ્તું થશે; સરકારે ભર્યું આ પગલું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

ગુરવાર. 

પહેલાથી મોંઘવારીની ચક્કીમાં પિસાઈ રહેલા સામાન્ય નાગરિકો તહેવારોની મોસમમાં જ તેલના ઊંચા ભાવથી પરેશાન થઈ ગયા હતા. તેથી સરકારે તહેવારોમાં ખાદ્યતેલના ભાવને કાબૂમાં લાવવા કાચા પામ, સોયા, સૂર્યમુખી જેવા જુદા જુદા તેલ પરની બેસિક કસ્ટમ્સ ડયૂટી કાઢી નાખી હતી. હવે સરકારે રીફાઈન્ડ ખાદ્ય તેલ પરની ડયૂટીમાં પણ કાપ મૂકી દીધો છે. તેથી દિવાળી દરમિયાન તેલના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે.

ખાદ્યતેલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને પગલે ખાદ્ય તેલના લિટર દીઠ 15 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ  ઈનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડયા હતા. તે મુજબ તેલની ઈમ્પોર્ટ ડ્યૂટી અને સેસમાંનો કામ 14 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી રહેશે.

મહારાષ્ટ્રમાં કોલસાની અને વીજળીની કૃત્રિમ અછત, ખાનગી કંપનીઓ પાસેથી બમણા દરે વીજળી ખરીદવાનું  મહાવિકાસ આઘાડી સરકારનું આ કૌભાંડ; જાણો વિગતે

ક્રૂડ પામ તેલ પરની ડયૂટી ઘટાડીને 8.25 ટકા કરી નાખવામાં આવી છે. અગાઉ તે 24.75 ટકા હતી. આરબીડી પામોલિન અને પામ તેલ પર 19.25 ટકા કરવામાં આવી છે. પહેલા તે 35.75 હતી.  ક્રૂડ સોયા તેલ પર 5.5 ટકા પહેલા જે 24.75 હતી. ક્રુડ સૂરજમુખી તેલ પર પહેલા 24.75 હતી હવે તેને ઘટાડીને  5.5 કરી નાખવામાં આવી છે. જયારે રિફાઈન્ડ સૂરજમુખી તેલ 19.25 ટકા ડયૂટી કરી નાખવામાં આવી છે. અગાઉ તે 35.75 હતી. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *