ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ચાલુ આર્થિક વર્ષ માટે ઈન્મટેક્સ ફાઈલ કરવા માટે કેન્દ્ર સરકારે મુદત વધારી આપી છે .આ મુદ્દત ૧૫ માર્ચ ૨૦૨૨ સુધી વધારી છે અગાઉ આ મુદ્દત ડિસેમ્બર ૨૦૨૧ સુધી ની હતી .તેથી દેશભરના વેપારીઓને તેનાથી રાહત મળી છે.
કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલીઝ મુજબ કોરોનાકાળમાં વેપારીઓ તકલીફમાં છે. બધુ જ અસ્ત-વ્યસ્ત છે, તેમાં પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે પાસે પણ સ્ટાફની ઉપસ્થિતિ ઓછી રહેતી હોવાથી સમય પર ફાઇલિંગ કરવું મુશ્કેલ હતું. તેથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારવા માટે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારામન ને પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. આ દરમિયાન અખબારોમાં તેને લગતા અહેવાલો આવ્યા હતા. તેથી લોકોન હાલકીને પગલે મંગળવારે સરકારે પરિપત્ર બહાર પાડી કંપનીઓને રિટર્ન ફાઇલ કરવાની તારીખ મુદત વધારી આપવામાં આવી છે.