News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central Government) પીએમ(PM) જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાના(PMJJBY) (PMSBY) પ્રીમિયમમાં(premium) વધારો ઝીંકી દીધો છે.
સાત વર્ષ બાદ સરકારે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમમાં દિવસ દીઠ 1.25 રુપિયાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના માટે વર્ષે 436 રુપિયાનું પ્રીમિયમ ચુકવવું પડશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું(Pradhan Mantri Suraksha Vima Yojana) વાર્ષિક પ્રીમિયમ 12 રુપિયાથી વધારીને 20 રુપિયા કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : એક દિવસની શાનદાર તેજી બાદ શેર માર્કેટ ધડામ- આટલા પોઇન્ટ ગગડીને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા
