News Continuous Bureau | Mumbai
દેશની ઇ-કોમર્સ કંપનીઓને (e-commerce companies) જલ્દી જ પોતાની પ્રોડક્ટ્સનો ફેક રિવ્યૂ(Fake review) કરાવવા બદલ દંડનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. સરકારી સૂત્રો અનુસાર તેનાથી જોડાયેલી માર્ગદર્શિકાને(guidelines) હવે અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે(Ministry) આ સંદર્ભે એક સમિતિ બનાવી છે જે ફેક રિવ્યૂથી જોડાયેલા નિયમોને ડ્રાફ્ટ કરવાના અંતિમ તબક્કામાં છે. આ નિયમોને વર્ષ 2021માં બીઆઇએસ (બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)(Bureau of Indian Standards) તરફથી બનાવવામાં આવ્યા હતા.સરકારથી જોડાયેલા સૂત્રો અનુસાર ફેક પ્રોડક્ટ રિવ્યૂ પર રોક લગાવવા બાબતે સરકાર ગંભીર છે. સરકાર પૈસા આપીને પોઝિટિવ રિવ્યૂ(Positive review) તેમજ ફાઇવ સ્ટાર રેટિંગ(Five star rating) અપાવતી કંપનીઓ પર મોટો દંડ ફટકારવાનું વિચારી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બીજી કંપનીઓની પ્રોડક્ટ્સનો નેગેટિવ રિવ્યૂ કરાવવા બદલ પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. જો તેવું ઇરાદાપૂર્વક કરાશે તો આરોપી કંપનીઓ વિરુદ્વ 10 થી 15 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ મામલે CCPA પોતે જ તે વિરુદ્વ કાર્યવાહી કરી શકશે.જણાવી દઇએ કે ઓનલાઇન કારોબારમાં ફેક રિવ્યૂ લખવો તેમજ લખાવવો તે એક મોટી સમસ્યા છે. કંપનીઓ પોતાની સુરક્ષા માટે અનેક ઉપાય કરે છે પરંતુ ગ્રાહકોને તેને વેચવા માટે કોઇ રીત ઉપલબ્ધ નથી. એવામાં નવા નિયમો બનવાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. આ નિયમો અંતર્ગત હોટલ, રેસ્ટોરાં, ઇ-કોમર્સ કંપનીઓ, રિટેલ, ટૂર અને ટ્રાવેલ, સિનેમા બુકિંગ(Cinema Booking) તેમજ ઓનલાઇન એપ અને તે ઉપરાંત જ્યાં રિવ્યૂનો ઉપયોગ થાય છે તે દરેક કંપનીઓ આવશે.જણાવી દઇએ કે દેશમાં તહેવારોની મોસમ ચાલુ થઇ રહી છે ત્યારે વધુને વધુ લોકો ઑનલાઇન ખરીદીને પ્રાધાન્ય આપે છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પણ શરૂ થઇ રહ્યો છે ત્યારે હવે સરકાર દ્વારા આ સંદર્ભે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો :ATMમાંથી પૈસા કાઢતી વખતે ન કરો આ 6 ભૂલો-નહીં તો ખાલી થઈ જશે તમારું ખાતું