News Continuous Bureau | Mumbai
મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ(Economic activities) વધતા જીએસટી(GST) પેટે સરકારની માસિક કમાણી(Government monthly earnings) સતત વધી રહી છે.
શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન મહિનામાં જીએસટી કલેક્શન(GST collection) રૂ. 1,44,616 લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 56 ટકા વધારે છે.
આ અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક કલેક્શન(Record monthly collection) છે.
જૂન મહિનાના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી(Central GST) રૂ. 25,306 કરોડ, સ્ટેટ જીએસટી(State GST) રૂ. 32,406 કરોડ, આઇજીએસટી(IGST) રૂ. 75,887 કરોડ અને રૂ. 11,018 કરોડના જીએસટી કોમ્પન્સેશનનો(GST compensation) સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી કલેક્શન સરેરાશ રૂ. 1.40 લાખ કરોડથી ઉપર ટકી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે ઇંધણના એક્સપોર્ટ પર વધારી એક્સાઈઝ ડ્યુટી- જાણો સામાન્ય જનતા પર શું થશે અસર