News Continuous Bureau | Mumbai
જાે તમે ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed deposit) પર વધુ વ્યાજ ઈચ્છો છો, તો ખાનગી ક્ષેત્રની(Private sector) આઈસીઆઈસીઆઈ બેંકે(ICICI Bank) એક મોટી ભેટ આપી છે. બેંકે એફડીના વ્યાજ દરમાં(interest rate of FD) વધારો કર્યો છે. બેંકના વધેલા વ્યાજ દર ૭ જૂનથી અમલમાં આવ્યા છે. બેંકે બે કરોડ રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીની એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે બેંકે ૭ દિવસથી લઈને ૫ વર્ષ સુધીની એફડી પર વધુ વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. બેંક ગ્રાહકોને(bank customers) ૩ ટકાથી ૫.૨૫ ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે.
૭ દિવસથી ૧૪ દિવસ – ૩% , ૧૫ દિવસથી ૨૯ દિવસ – ૩% , ૩૦ દિવસથી ૪૫ દિવસ – ૩.૨૫ ટકા, ૪૬ દિવસથી ૬૦ દિવસ – ૩.૨૫ ટકા, ૬૧ દિવસથી ૯૦ દિવસ – ૩.૪૦ ટકા, ૯૧ દિવસથી ૧૨૦ દિવસ – ૪.૨૫ ટકા, ૧૨૧ દિવસથી ૧૫૦ દિવસ – ૪.૨૫ ટકા, ૧૫૧ દિવસથી ૧૮૪ દિવસ – ૪.૨૫ ટકા, ૧૮૫ દિવસથી ૨૧૦ દિવસ – ૪.૫૦ ટકા, ૨૧૧ દિવસથી ૨૭૦ દિવસ – ૪.૫૦ ટકા, ૨૭૧ દિવસથી ૨૮૯ દિવસ – ૪.૭૦ ટકા, ૨૯૦ દિવસથી ૧ વર્ષથી ઓછા – ૪.૭૦ ટકા, ૧ વર્ષ થી ૩૮૯ દિવસ – ૪.૯૫ ટકા, ૩૯૦ દિવસથી ૧૫ મહિનાથી ઓછા – ૪.૯૫ ટકા, ૧૫ મહિનાથી ૧૮ મહિના – ૫.૦૦ ટકા, ૧૮ મહિનાથી ૨ વર્ષ – ૫.૦૦ ટકા, ૨ વર્ષ ૧ દિવસથી ૩ વર્ષ – ૫.૨૫ ટકા, ૩ વર્ષ ૧ દિવસથી ૫ વર્ષ – ૫.૨૫ ટકા, ૫ વર્ષ ૧ દિવસથી ૧૦ વર્ષ – ૫.૨૫ ટકા,
આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રને ઝટકો-ફરી ડોલર સામે રૂપિયો રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો- રૂપિયો તેના સર્વોચ્ચ નિચલા સ્તરે પહોંચ્યો
આ પહેલા ૨૧ મેના રોજ બેંકે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. જાે તમે પણ બેંક એફડી(Bank FD) પર વધુ વ્યાજનો લાભ મેળવવા માંગતા હોવ, તો તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે આજના સમયમાં જ્યાં શેરબજારમાં(Sharemarket) ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રોકીને સારું વળતર મેળવી શકો છો.