Site icon

લો બોલો!!! શ્રીલંકાની કટોકટીમાં તમને ગ્રહો ફરી નડવાનું ચાલુ ના કરે તે જોજો! જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા(Sri Lanka)માં ગંભીર આર્થિક કટોકટી(Economic crisis) સર્જાઈ છે. છેલ્લા એક મહિનાથી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)ની હાલત કયારે સુધરશે એ ખબર નથી. પરંતુ શ્રીલંકા(Sri Lanka)ની ધરતીમાં રહેલા કુદરતી રત્નો(natural gems)નો ભંડાર ભારત(India) આવતો બંધ થઈ ગયો છે. તેને કારણે જુદા જુદા ગ્રહોની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને સારો નંગ મળવામાં અડચણો આવી શકે છે. ગુરુનો પોખરાજ અને શનિનો નીલમ ભારત આવતા બંધ થઈ ગયા છે.

Join Our WhatsApp Community

શ્રીલંકાથી ભારતમાં કિંમતી નંગની આયાત કરવામાં આવે છે. મોંઘી કિંમતે વેચાતા આ ભારે ડીમાન્ડમાં હોય છે. ખાસ કરીને ભારત(India) જે રત્નો(Gems) આયાત કરે છે, તેમાં ગુરૂનું રત્ન પોખરાજ અને બીજું શનિનું રત્ન નીલમનો સમાવેશ થાય છે. એમ તો ભારત(India)માં અફઘાનિસ્તાન(Afghanistan)થી રૂબી(Ruby) અને લાપીઝ લઝુલી, અને બેંગકોકથી પણ અનેક રત્નો આવે છે. પરંતુ શ્રીલંકા(Sri Lanka)થી આવતા પોખરાજ અને નીલમ ખાસ મહત્વ ધરાવે છે અને તેની ડીમાન્ડ પણ ભારતમાં વધુ છે. શ્રીલંકા(Sri Lanka economic crisis)ની કટોકટીમાં આ રત્નો ભારત આવતા બંધ થઈ ગયા છે. હાલ ભારત(India)મા થોડો માલ પડ્યો છે. પરંતુ નવો માલ કયારે આવશે તે કંઈ કહેવાય નહીં.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં ફરી મંદી. શેરબજારની છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા..

અગાઉ સિલોન નામે ઓળખાતા શ્રીલંકા(Sri Lanka)ને દક્ષિણ એશિયાની રત્નોની રાજધાની કહેવામાં આવે છે. વિશ્વમાં આ દેશ રત્ન દ્વીપ એટલે આઇલેન્ડ ઓફ જેમ્સ પણ કહેવાય છે. 16મી સદીમાં પોર્ટુગીઝના સંશોધક વાસ્કો ડી ગામાએ શ્રીલંકા માટે કહ્યું હતું કે સિલોનની તજ અને નીલમ બે વસ્તુ શ્રેષ્ઠ છે. શ્રીલંકાની રાજધાની કોલંબો(Colombo)થી 100 કિલોમીટર દૂર દક્ષિણપૂર્વમાં સિંધલીધ શહેર છે, જ્યાં રત્નપુરા નામનો વિસ્તાર છે, ત્યાથી પુષ્કળ પ્રમાણમાં રત્નો મળી આવે છે. રત્નપુરામાથી(ratnapura) જ સૌ પ્રથમ નીલમ મળી આવ્યો હતો.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version