કામના સમાચાર – 1લી ઓક્ટોબરથી દેશમાં આ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે- અપ્રત્યક્ષ રીતે તમારા ખિસ્સાને પડશે ફટકો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પહેલી ઓક્ટોબરથી(1st October) દેશમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો(Important financial changes) થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આવકવેરા રિટર્ન ફાઈલ(Income tax return file) કરનારા કરદાતાઓને પહેલી  ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો(Pansion Scheme) લાભ મળશે  નહીં. મ્યુચ્યુઅલ ફંડમાં(mutual funds) રોકાણના નિયમો પણ બદલાશે. તેમ જ ઓનલાઈન ખરીદી માટે કાર્ડને બદલે ટોકનનો ઉપયોગ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ ફેરફારોની સીધી કે પછી અપ્રત્યક્ષ રીતે તમારા ખિસ્સાને અસર થઈ શકે છે.

પહેલી ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ(Debit and Credit Cards) સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશનનો(card-on-file tokenization)  નિયમ પહેલી  ઓક્ટોબરથી બદલાઈ  રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના(RBI) કહેવા મુજબ ટોકનાઈઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડ ધારકોને પેમેન્ટ કરવામાં નવો અનુભવ મળશે. હાલ  ગ્રાહકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે,  ત્યારે ગ્રાહકની કાર્ડની માહિતી સંબંધિત વેબસાઇટ પર સેવ કરવામાં આવે છે. ઓનલાઈન ફ્રોડના (Online Fraud) વધી રહેલા મામલાઓને જોતા હવે સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. જેથી છેતરપિંડીના બનાવો અટકાવી શકાશે. પેમેન્ટ કરતા સમયે ટ્રાન્ઝેક્શન દરમિયાન એક ટોકન જનરેટ થશે અને તેમાંથી પેમેન્ટ કરી શકાશે. આ સાથે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી લેવડદેવડ કરવા માટે પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે. કાર્ડને બદલે ટોકનથી પેમેન્ટ કરવાની સિસ્ટમ લાગુ થયા બાદ છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે એવો દાવો છે.

આ સમાચાર પણ વાંચો : બ્લૂટૂથ કૉલિંગ અને એમોલેડ ડિસ્પ્લે સાથે બજેટ સ્માર્ટવોચ લોન્ચ-કિંમત 2500થી ઓછી

પહેલી ઑક્ટોબરથી અને ત્યારબાદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓએ નોમિનેશનની વિગતો આપવાની રહેશે. તે જ સમયે, જે રોકાણકારો આમ નહીં કરે, તેમણે એક ડિક્લેરેશન(Declaration) ભરવાનું રહેશે. જાહેરનામામાં નોમિનેશનની સુવિધા જાહેર કરવાની રહેશે. અગાઉ આ નિયમ પહેલી ઓગસ્ટ, 2022થી લાગુ થવાનો હતો. પરંતુ તેની સમયમર્યાદા  પહેલી  ઓક્ટોબર, 2022 સુધી લંબાવવામાં આવી. હવે આવતા મહિનાથી તેનો અમલ કરવામાં આવશે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો આને ધ્યાનમાં રાખો.

પેટ્રોલિયમ કંપનીઓ(Petroleum companies) દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં(LPG price) ફેરફાર કરે છે. તેથી આ વખતે પણ પહેલી  ઓક્ટોબરથી એલપીજીની કિંમતમાં થોડો વધારો થવાની શક્યતા  છે. જો આમ થશે તો પણ તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ પહેલી ઓક્ટોબરથી અટલ પેન્શન(Pansion) યોજનાનો લાભ લઈ શકશે નહીં. એટલે કે જે લોકોની આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે તેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં. વર્તમાન નિયમો અનુસાર, 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક સરકારની(Indian Civil Government) આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે, પછી ભલે તે આવકવેરો ભરે કે ન ભરે. આ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજધાની દિલ્હીમાં મફત વીજળીની સુવિધાનો(Electricity facilities ) લાભ લેવા માટે નિયમ બદલાયો છે. દિલ્હી સરકાર દ્વારા વીજળી બિલ પર આપવામાં આવતી સબસિડી 31 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે. હવે સબસિડી માટે અરજી કરનારા ગ્રાહકોને જ તેનો લાભ મળશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Delhi CM arvind Kejriwal) તાજેતરમાં આ નવા નિયમની જાહેરાત કરી હતી.
 

આ સમાચાર પણ વાંચો : સેમસંગ 32 ઇંચ ટીવી- સૌથી સસ્તું 32-ઇંચ ટીવી લોન્ચ- કિંમત તમને ખુશ કરશે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More