ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
ઈ-કોમર્સ પોર્ટલ એમેઝોન પર ગાંજો અને વિસ્ફોટ કરવા માટેના રાસાયણિક પદાર્થ વેચવામાં આવ્યા હોવાની વેપારીઓ દ્વારા સતત ફરિયાદ કરવામાં આવી રહી છે. હવે ઈંદોરમાં એક યુવકે એમેઝોન સાઈટ પરથી ઝેર મગાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
ઈંદોરમાં રહેતા યુવકે એમેઝોન સાઈટ પરથી ઝેર મગાવ્યું હતું અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી. એવી ફરિયાદ મૃતક યુવકના પિતાએ કરી છે. તેના પિતાએ એમેઝોન પર વેચવામાં આવતા ઝેરને મુદ્દે કલેકટરને ફરિયાદ કરી છે. તેમ જ ઓનલાઇન શોપિંગ એમેઝોન સાઈટને તાત્કાલિક બંધ કરવાની માગણી કરી છે.
યુવકની આત્મહત્યા બાદ ઈંદોરમાં સ્થાનિક યુવકોએ પણ કલેકટરની ઓફિસરની બહાર ધરણા-પ્રદર્શન કર્યા હતા અને એમેઝોન સાઈટને બંધ કરવાની માગણી કરી હતી. કલેકટરે પણ તપાસ કરીને યોગ્ય પગલા લેવાનું આશ્વાસન આપ્યું હતું.