News Continuous Bureau | Mumbai
ભારતનું અર્થતંત્ર(Economy) દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ભારતનું ફૂડ પ્રોસેસિંગ માર્કેટ (Food processing market) પણ આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2025ની સાલ સુધી અધધ કહેવાય એમ 470 બિલિયન ડોલરને(billion dollars) પાર કરી જશે એવો અંદાજ છે.
તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) દ્વારા મુંબઈમાં ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન દેશના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી(Ministry of Food Processing Industry) અને જળશક્તિના પ્રધાન(Minister of Water Power) પ્રહલાદ પટેલે(Prahlad Patel) કહ્યું હતું કે દેશ પાંચ ટ્રિલિયન ડોલરની (Trillions of dollars) અર્થવ્યવસ્થા બનાવવાની ઈચ્છા ધરાવતો હોવાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : શોખ ખિસ્સાને ભારે ના પડે-તમારા વાહન પર ફેન્સી નંબર પ્લેટ લગાડવાનો તમને શોખ છે-તો આટલો દંડ ભરવાની તૈયારી રાખજો
ભારત મસાલાના વિશ્વમાં સૌથી મોટા ઉત્પાદક, દૂધ અને કઠોળમાં વિશ્ર્વના સૌથી મોટા પ્રોસેસર, કાજુ અને ઉપભોક્તા અનાજમા વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે. ફળ, શાકભાજી, ફૂડ પ્રોસેસિંગ એ ભારતમાં ઝડપથી વિકસતું ક્ષેત્ર છે, જે ફૂડ રિટેલ સેક્ટરમાં(retail sector) નોંધપાત્ર વૃદ્ધિ સાથે રોકાણ માટેની વિશાળ તક પ્રદાન કરે છે.
પ્રહલાદ પટેલે વધુમાં કહ્યું હતું કે સરકારે મેગા ફૂડ પાર્ક યોજના હેઠળ(Mega Food Park scheme) દેશમાં 41 મેગા ફૂડ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે. હાલમાં 22 મેગા ફૂડ પાર્ક કાર્યરત છે.