Site icon

Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

News Continuous Bureau | Mumbai

તહેવારોની સિઝનના(festive season) પ્રથમ 7 દિવસમાં 40,000 કરોડ રૂપિયાનું ઓનલાઈન વેચાણ(Online sales) થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આમાં 27 %નો વધારો થયો છે. આ દરમિયાન 7.5 થી 8 કરોડ ગ્રાહકોએ ઓનલાઈન ખરીદી(Online shopping) કરી હતી. આ વિષય સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દર કલાકે 56,000 મોબાઈલ વેચાયા હતા. આ વર્ષે મોબાઈલ ફોનનું(mobile phone) વેચાણ સાત ગણું વધ્યું છે. કુલ વેચાણમાં મોબાઈલ ફોનનો હિસ્સો 41 % હતો. ફેશનનો ફાળો 20 % છે. ગત વર્ષની સરખામણીમાં આમાં 48 %નો વધારો થયો છે. ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોના(electronics products) વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કુલ ખરીદદારોમાંથી 65 % નાના શહેરોના છે. આવા ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 24 %નો વધારો નોંધાયો છે.

Join Our WhatsApp Community

14 % લોકો ઈ-કોમર્સ સાઇટ(E-Commerce site) પરથી ખરીદી કરશે

Axis My India અનુસાર, 14 % લોકો ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરશે. 78 % લોકો તેમના ઘરની નજીકની સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરશે. સર્વે અનુસાર ઓક્ટોબરમાં 58 % લોકોના ખર્ચમાં વધારો થયો છે. 44 %એ કહ્યું કે, તેઓ કપડાંની ખરીદી પર ખર્ચ કરશે, જ્યારે 8 %એ ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોન ખરીદવાની યોજના બનાવી છે.

આ સમાચાર પણ વાંચો :  Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

6 મહિનાની નીચી ગતિએ પ્રવૃત્તિઓ

ફુગાવાના દબાણ હેઠળ સપ્ટેમ્બરમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આ ઉપરાંત, સ્પર્ધામાં વધારો થવાને કારણે નવા બિઝનેસની વૃદ્ધિ માર્ચ પછી સૌથી ધીમી થઈ ગઈ.એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિસ(S&P Global India Services) પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ(PMI Business Activity Index) સપ્ટેમ્બરમાં ઘટીને 54.3 થઈ ગયો. માર્ચ પછીનું આ સૌથી ધીમુ વિસ્તરણ છે. ઓગસ્ટમાં સર્વિસ PMI 57.2 હતો.

જોકે, આ સતત 14મો મહિનો છે જ્યારે સર્વિસ PMI 50ને વટાવી ગઈ છે. 50 થી ઉપરનો PMI (પરચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ) (Purchasing Managers Index) વિસ્તરણ સૂચવે છે અને નીચેનો આંકડો સંકોચન સૂચવે છે. S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં જોઈન્ટ ડાયરેક્ટર પૌલિયાના ડી લિમાએ(Pollyanna de Lima) જણાવ્યું હતું કે ભારતીય સેવા ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં ઘણી અડચણો દૂર કરી છે. ભાવનું દબાણ, સ્પર્ધાત્મક વાતાવરણ(Competitive environment) અને પ્રતિકૂળ જાહેર નીતિઓએ વૃદ્ધિ પર ભાર મૂક્યો છે. રૂપિયાના તીવ્ર અવમૂલ્યનથી ભારતીય અર્થતંત્ર(Indian Economy) માટે વધારાના પડકારો ઉભા થયા છે.

આ સમાચાર પણ વાંચો : ડોલરની વધી ઊંચાઈ – રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો – જાણો આંકડા

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version