News Continuous Bureau | Mumbai
પૂર અને ખાદ્ય સંકટનો(Floods and food crisis) સામનો કરી રહેલું પાકિસ્તાન(Pakistan) એકવાર ફરી ભારત સાથે વેપાર (Trading with India) શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી(Pakistan's Finance Minister) મિફ્તા ઇસ્માયલે(Mifta Ismail) તેની જાહેરાત કરી છે. મિફ્તા ઇસ્માયલે કહ્યું કે આ પૂર અને ખાવાની કિંમતોમાં વધારાને કારણે અમે ભારતની સાથે વ્યાપારનો માર્ગ ખોલીશું.
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે મીડિયાને કહ્યું કે હાલના પૂરથી પાક નષ્ટ થવાને કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાક અને અન્ય ખાદ્ય પદાર્થ આયાત(Import of foodstuff) કરવા વિશે વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન પ્રમાણે, ઇસ્લામાબાદમાં(Islamabad) પત્રકાર પરિષદ(Press conference) કરતા મિફ્તા ઇસ્માઇલે એક સવાલના જવાબમાં આ વાત કહી છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર (Former Security Advisor to Pakistan) મોઈદ યુસૂફ (Moeed Yusuf) ભારતની સાથે વ્યાપારના સંબંધમાં કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તો પાકિસ્તાનના પૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેકવાર ભારત સાથે વ્યાપાર ફરી શરૂ કરવાની વકાલત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : પ્રોપર્ટી વેચાણમાં છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તૂટ્યો ઓગસ્ટમાં-સરકારને થઈ આટલા કરોડની આવક
માર્ચ ૨૦૨૧માં પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિએ(Economic Coordination Committee) કહ્યું હતું કે તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતથી ૦.૫ મિલિયન ટન ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી વાઘા બોર્ડર દ્વારા આપશે. પરંતુ આ નિર્ણય થોડા દિવસમાં પરત ખેંચી લેવામાં આવ્યો હતો. હકીકતમાં પીએમએલએન(PMLN) અને પીપીપીએ(PPP) આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, જે હાલ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે.