Site icon

રિલાયન્સ નો દાવો : jio ને કારણે ગુજરાતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં અઢી ગણો વધારો થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

અમદાવાદ, 4  સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે 4Gનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો.

માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે.

આમ જનતાને મોંઘવારીમાં વધુ એક ઝટકો લાગશે, ટેલિકોમ ઓપરેટરો દરમાં વધારો કરશે; જાણો વિગતે 

માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

પાંચ વર્ષ અગાઉ એક ગ્રાહકે પ્રતિ GB  3G સ્પીડના ડેટા માટે રૂ.350 ચૂકવવા પડતાં હતાં, જ્યારે વોઇસ કોલ માટે પ્રતિ મિનિટના 50 પૈસા અને એક રૂપિયો ચૂકવવો પડતો હતો. એટલું જ નહીં, પ્રતિ એસએમએસ માટે પણ રૂ.1થી લઈને રૂ.3 સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ પ્રકારના ટેરિફના કારણે પ્રતિ વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 30 ટકા અને વોઇસ કોલ તથા એસએમએસ માટે 70 ટકા ખર્ચ થતો હતો.

રિઝર્વ બેન્ક એ આ 2 બેન્કને ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ, જાણો ગ્રાહકો પર થશે કેવી અસર

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એક વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 100 ટકા છે અને વોઇસ કોલ્સ તથા ટેક્સ્ટ મેસેજિસનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. તેની સાથે જ, વધુ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ અથવા તો 4Gની કિંમતો 98 ટકા ઘટીને પ્રતિ GB રૂ.7 થઈ ગઈ છે. ભારતમાં એક કપ ચા પણ એક જીબી ઇન્ટરનેટ કરતાં મોંઘી છે.

ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં 11 ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે 6.22 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન 1.93 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં 2.73 કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ઓપરેટરની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે.

SBIએ જારી કર્યું નવું એલર્ટ, 4-5 સપ્ટેમ્બરના રોજ ખાસ સમયે ઇન્ટરનેટ બેન્કિંગ સહિત આ 7 કામ થઇ શકશે નહીં; જાણો વિગતે

રાષ્ટ્રીય સ્તરે પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા અઢી ગણી વધી ગઈ છે. વર્ષ 2016ના માર્ચ મહિનાની સ્થિતિએ 35.04 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા હતા તે વધીને માર્ચ 2021ની સ્થિતિએ 82.53 કરોડ થયા હતા.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version