બેબી પાવડર બનાવતી આ કંપની હવે ભારતમાં બંધ કરશે તેનું ઉત્પાદન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારત જ નહીં પણ વિશ્વની ટોચની કહેવાતી Johnson and Johnson કંપનીએ બેબી પાવડરનું ઉત્પાદન(Production of Baby Powder) બંધ કરવાનો મોટો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ 2023 માં આ  કંપનીએ વૈશ્વિક બજારમાં(Global Market) બેબી પાવડરનું ઉત્પાદન અને વેચાણ(selling) બંધ કરવાનો નિર્ણય લીધો છે.  અનેક મહિલાઓ અને બાળકો બેબી પાવડરનો ઉપયોગ કરે છે.

મિડિયામાં આવતા અહેવાલ મુજબ જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરથી(Johnson & Johnson Baby Powder) કેન્સરનું(Cancer) જોખમ હોવાના આક્ષેપો થયા હતા. તેની સામે અનેક કોર્ટ કેસ(Court case) દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય મહિલાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જોનસન એન્ડ જોન્સન બેબી પાવડરના ઉપયોગથી અંડાશયનું કેન્સર(ovary cancer) થયું. આ આરોપોને કારણે કંપનીને ભારે નુકસાન સહન કરવું પડે છે. એટલા માટે આ કંપનીએ પાવડર બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : માલિયાની જેમ હવે ભાગેડુઓ પોતાના સામાન સાથે દેશની બહાર નહીં જઈ શકે-કસ્ટમ વિભાગ હરકતમાં- હવે એરપોર્ટ પર ભાગેડુઓને પકડી પાડશે

જ્હોન્સન એન્ડ જોન્સન તેના પર લાગેલા આરોપોને(Allegation) વારંવાર નકારી ચૂક્યું છે. કંપનીએ કહ્યું છે કે તેમની પ્રોડક્ટમાં કેન્સર પેદા કરનાર કોઈપણ ઘટકો નથી. કંપનીનો દાવો છે કે પાવડરમાં રહેલા તમામ ઘટકો સુરક્ષિત છે. આ અમેરિકન કંપની(American company) જોન્સન એન્ડ જોન્સન વિરુદ્ધ 22 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો અને જોન્સન એન્ડ જોન્સનને દંડ ફટકાર્યો. આમાં કંપનીએ 200 કરોડ ડોલરનો દંડ ભરવો પડયો હતો. છેવટે કંપનીએ હવે પોતાનું ઉત્પાદન જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment