ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
ફ્યૂચર રિટેલે રિલાયન્સ સાથે કરેલા કરારની સામે એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ એમેઝોન સાથે થયેલા કરારનો ભંગ કરીને ફ્યુચર રિટેલનું જોડાણ રિલાયન્સ સાથે કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સર્વોચ્ચ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશો ભડકી ઉઠ્યા હતા. અઢળક દસ્તાવેજો રજૂ થયેલા જોઈને ન્યાયાધીશો ભડકી ઉઠ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ એન વી રમના અને ન્યાયાધીશ એ એસ બોપન્ના તથા હિમા કોહલી એમેઝોન ફ્યુચર રિટેલના કેસમાં જથ્થાબંધ દસ્તાવેજો રજૂ થયેલા જોઈને ગુસ્સે થઈ ગયા હતા.
ન્યાયાધીશોએ કહ્યું હતું કે તમે ટ્રક ભરાયા તેટલા દસ્તાવેજો ફક્ત કેસને લંબાવવાની દ્રષ્ટિએ લાવ્યા છો કે પછી ન્યાયાધીશોને હેરાન કરવા લાવ્યા છો? ત્યારબાદ કોર્ટે દસ્તાવેજોનું સંકલન ઓછા દસ્તાવેજો રજૂઆત કરવાનો આદેશ આપ્યો છે.
દેશના ટોચના ઈન્ડાસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણી આ રીતે નક્કી કરશે પોતાનો ઉત્તરાધિકારીઃ જાણો વિગત
આ કેસનો નિકાલ લાવી શકાય એ માટે પક્ષકારોના વકીલોએ ઓછા દસ્તાવેજો રજૂ કરવા એમ કહીને ન્યાયાધીશની બેન્ચે આગામી સુનાવણી આઠમીએ ડિસેમ્બરે રાખી છે.
મુખ્ય ન્યાયાધીશએ કહ્યું હતું કે બંને પક્ષોએ વારંવાર અઢળક દસ્તાવેજો રજૂ કર્યા છે? શું તમારો હેતુ કેસને લંબાવવાનો છે કે પછી ન્યાયાધીશોને હેરાન કરવા છે? ગઈકાલે ટ્રક ભરાય એટલે દસ્તાવેજો ફાઇલ કર્યા છે.