Site icon

LIC ના IPO શેરની થશે ફાળવણી, તમને શેર મળ્યો કે નહીં? અહીં કરી શકાશે ચેક.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દેશનો અત્યાર સુધીનો સૌથી મોટી IPOમાંના એક LICના IPOના શેરની આજે ફાળવણી થવાની શક્યતા છે. આ IPO માટે 6 દિવસ માટે બિડ કરવામાં આવી હતી. આ IPO માટે 2.95 ગણો પ્રતિસાદ મળ્યો હતો. હવે શેર ફાળવણીની રોકાણકારો(Investors) રાહ જોઈ રહ્યા છે. તમને LICના શેર મળ્યા છે કે નહીં તેની તમે પણ તપાસ કરી શકો છો. 

Join Our WhatsApp Community

LICનો IPO 4 મેના રોજ ખુલ્યો હતો. શેર દીઠ કિંમત રૂ. 902 થી રૂ. 949 વચ્ચે રાખવામાં આવી હતી. કેટલાક શેર વીમાધારક(Insurance holder) અને કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા હતા. LICના IPO માટે રોકાણકારોના દરેક જૂથ તરફથી ભારે માંગ હતી. આ IPOએ ઘણા નવા ડીમેટ એકાઉન્ટ્સ(demate accounts) શરૂ કર્યા છે. આ તમામ પ્રક્રિયા બાદ આજે LICના શેરની ફાળવણી કરવામાં આવવાની હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. 

તમને LICના શેર મળ્યા છે કે કેમ અને જો મળ્યા છે, તો કેટલા છે તે તમે 3 રીતે ચકાસી શકો છો. તમે NSE અથવા BSEની વેબસાઈટ(Website) પર તમારા શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. NSE ની સત્તાવાર વેબસાઇટ https://www.nseindia.com/ ની મુલાકાત લો. ત્યાં ઇક્વિટી વિકલ્પ પસંદ કરો અને ડ્રોપડાઉનમાં LIC IPO વિકલ્પ પસંદ કરો. પછી તમારો એપ્લિકેશન નંબર અને પાન કાર્ડની(PAN card) વિગતો ભરો. આ બધી માહિતી ભર્યા પછી, હું રોબોટ નથી તેની સામેના બોક્સમાં વેરિફિકેશન(Verification) કરી સબમિટ કરો. આ રીતે તમે સરળતાથી ઘરે બેસીને ચેક કરી શકો છો કે LICનો IPO આવ્યો છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો : રશિયા -યુક્રેન યુદ્ધમાં હીરાબજાર પ્રભાવિત, સુરતમાં હીરા ઉદ્યોગકારોએ કરી આ મોટી જાહેરાત.. જાણો વિગતે..

બીજો વિકલ્પ BSE વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx તપાસવાનો છે. મેનૂમાં LICનો IPO પસંદ કરો, પછી એપ્લિકેશન નંબર અને પાન કાર્ડની વિગતો ભરો. ચકાસો અને સામેના બોક્સમાં સબમિટ કરો I am not a robot. પછી તમને કેટલા શેર મળ્યા તેની વિગતો જાણી શકશો.

 KFintech ની સત્તાવાર IPO નોંધણી વેબસાઇટ પર માહિતી મેળવી શકાય છે. ris.kfintech.com/iposatus/ipos.aspx લિંક પર જાઓ. ત્યાં LIC ના IPO પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર અને પાન કાર્ડની વિગતો ભરો.

જો તમે LICના શેર મળ્યો હશે  તો તે 16મી મે સુધી ડીમેટ એકાઉન્ટ પર દેખાશે. LICના શેર 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં(Stock exchange) લિસ્ટ થશે. ગ્રે માર્કેટ મુજબ રોકાણકારોને શેર દીઠ રૂ.8 સુધીનું નુકસાન થઈ શકે છે.
 

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version