શું તમને ખબર છે ઘર રિપેર કરવા માટે પણ 10 લાખ સુધીની લોન મળી શકે છે. જાણો રિઝર્વ બેંકની નવી નીતિ વિશે.

 

News Continuous Bureau | Mumbai

જો તમે માનતા હોય કે ફકત ઘર ખરીદવા માટે જ બેંક લોન(Bank loan) આપે છે તો એવું નથી. જો તમે ઘરમા સમારકામ(Home repairs) કરાવવા માંગો છો તો પણ બેંક તમને લોન આપશે.

ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નિર્ણય લીધો છે કે પ્રાથમિક સહકારી બેંકો(Primary Cooperative Banks) મેટ્રો શહેરોના(metro cities) લોકોને તેમના મકાનોના સમારકામ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે.

RBIએ તાજેતરમાં જણાવ્યું હતું કે પ્રાથમિક સહકારી બેંકો મહાનગરોમાં લોકોને તેમના મકાનોના સમારકામ અથવા ફેરફાર માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. RBI દ્વારા આ નિર્ણય માત્ર પ્રાથમિક સહકારી બેંકો માટે જ લેવામાં આવ્યો છે. RBIના આ નિર્ણયથી એવા લોકોને રાહત મળશે જેઓ ઘરના રિનોવેશન(Home renovation) માટે અન્ય જગ્યાએથી પૈસાની વ્યવસ્થા કરે છે.

આ સમાચાર પણ વાંચો: ડિજિટલ ઇન્ડિયાની આગેકુચ… ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં એક લાખ કરોડનો ખર્ય. જાણો તાજા આંકડા…

અગાઉ, ઘરના સમારકામ અથવા ફેરફાર માટે આવી બેંકો માટે લોન મર્યાદા સપ્ટેમ્બર 2013 માં સુધારી દેવામાં આવી હતી. આ અંતર્ગત તેઓ ગ્રામીણ અને નાના શહેરોમાં 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપી શકશે.

RBIએ પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, "આવી લોન માટેની મર્યાદા હવે વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. દસ લાખ રૂપિયાની મર્યાદા એવા શહેરો અને કેન્દ્રોમાં છે જ્યાં વસ્તી 10 લાખ કે તેથી વધુ છે. અન્ય કેન્દ્રો માટે આ મર્યાદા 6 લાખ રૂપિયા હશે.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *