Site icon

જો દુકાનો ઓડ અને ઈવન માં ચાલુ રહે તો ફેરિયાઓ કેમ નહીં? વેપારી સંગઠનનો સણસણતો સવાલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં બ્રેક ધ ચેઇન હેઠળ મહારાષ્ટ્ર સરકારે નિયંત્રણો હળવાં કર્યાં છે. BMCએ મુંબઈમાં વેપારીઓને સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી એક દિવસ છોડીને એક દિવસ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ પણ આપી છે. છતાં વેપારીઓ મુંબઈ મનપા પર નારાજ થઈ ગઈ છે. વેપારીઓનું નેતૃત્વ કરનારી સંસ્થા ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશને મુંબઈ પાલિકાના કમિશનરને નારાજગી વ્યક્ત કરતો પત્ર પણ લખ્યો છે.

ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ વેપારીઓને શરતી છૂટ આપવામાં આવી છે. એક દિવસ છોડીને દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. એની સામે ફેરિયાઓને કોઈ નિયમ લાગુ નથી પડતા. તેઓ દરરોજ રસ્તાની બંને તરફ બેસી જતા હોય છે. દાદર (પશ્ચિમ)માં  ફૂટપાથની બંને તરફ ફેરિયાઓએ અડીંગો જમાવી દીધો છે. જી-ઉત્તર વૉર્ડના દાદરમાં મોટા ભાગના રસ્તાની એવી જ હાલત છે. ખાસ કરીને એન. સી. કેલકર રોડ, રાનડે રોડ, એમ. સી. જાવડે રોડ, સ્ટેશન રોડ, કોહિનૂર પ્લાઝાની બંને તરફ રસ્તા પર ફેરિયા બેસે છે.

મુંબઈમાં વિચિત્ર કિસ્સો : પોતાની કૂતરીને બીજાના કૂતરા સાથે મેટિંગ કરાવવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો; પોલીસ પણ કન્ફ્યુઝ, જાણો અહીં વિગત

ફેરિયાઓને કારણે રસ્તા પર ભીડ થઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી થતું. છતાં પાલિકા દુકાનો ખુલ્લી રાખવાથી કોરોનાના કેસમાં વધારો થાય છે એવું કારણ આપીને દુકાનવાળા સામે નિયમ લાવી રહી છે. જોકે આ તમામ નિયમો ફેરિયાઓને લાગુ નથી પડતા એવી નારાજગી પણ વેપારીઓએ વ્યક્ત કરી હતી.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version