Site icon

ભારતમાં બાળકોનો આ વિદેશી કંપનીના બેબી પાવડર પર કાયમી ધોરણે પ્રતિબંધ- FDAની કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને(Food and Drug Administration) ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટમાં(quality assurance tests) નિષ્ફળ જતાં જોન્સન બેબી પાઉડર(Johnson's Baby Powder) માટે જોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડ(JOHNSON & JOHNSON PRIVATE LIMITED) કંપનીનું મેન્યુફેક્ચરિંગ લાયસન્સ(Manufacturing License) કાયમ માટે રદ્દ કરી દીધું છે. પાવડરમાં અપેક્ષિત પ્રમાણનો જથ્થો યોગ્ય ન હોવાથી પાવડરને નોન સ્ટાર્ન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જોન્સનના બેબી પાવડરની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આખરે, આ વિવાદમાં, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને(FDA) પાવડરનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાઉડરનું ઉત્પાદન(Powder production) હલકી ગુણવત્તાનું છે ત્યારે કંપની સામે પણ પગલાં ભરવા માંગ ઉઠી છે.

Join Our WhatsApp Community

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મુંબઈમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ડ્રગ કંટ્રોલ લેબોરેટરીમાં(Drug Control Laboratory) પાવડરના બે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું કે પાવડરમાં pH લેવલ અસંતુલિત છે. આ રિપોર્ટ બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોન્સન એન્ડ જોન્સનને માર્કેટમાંથી જોન્સન બેબી પાવડર પાછો ખેંચી લેવા સૂચના આપી હતી. આ આદેશ બાદ કંપનીએ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચાર- ભારતનું ફૂડ પ્રોસેસિંગ માર્કેટ 2025 સુધીમાં અધધ- આટલા બિલિયન સુધી પહોંચી જશે

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કંપનીએ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીને બેબી પાવડર પ્રોડક્ટ ની ગુણવત્તા ચકાસવા વિનંતી કરી હતી. સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની કોલકાતા શાખાએ પણ પાવડર ઉત્પાદનની ગુણવત્તા પરીક્ષણ હાથ ધર્યું હતું. કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીએ પણ pH લેવલને ગૌણ હોવાનું જાહેર કર્યું. સેન્ટ્રલ લેબોરેટરી તેમજ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નાસિક અને પુણેના ડ્રગ ઇન્સપેક્ટરો દ્વારા કરવામાં આવેલ ગુણવત્તા પરીક્ષણમાં પણ સાબિત થયું કે  pH લેવલ  ઓછું હતું. આ બધી પ્રક્રિયાઓ પછી, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુલુંડ ખાતે જોન્સન એન્ડ જોન્સન કંપનીના ઉત્પાદન પ્લાન્ટનું પાવડર ઉત્પાદન લાયસન્સ કાયમ માટે રદ કર્યું.

મીડિયાના અહેવાલ મુજબ ઓલ ઈન્ડિયા ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન માં જોન્સન એન્ડ જોન્સનના પાવડર પ્રોડક્ટની ગુણવત્તા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પાવડરની પ્રોડક્ટ નું પરીક્ષણ કર્યું હતું. હવે કંપનીના તમામ ઉત્પાદન સામે પ્રતિબંધ મૂકવાની માગણી પણ થઈ રહી છે.
 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version